
Hun To Bolish : હું તો બોલીશ : ધમકી આપવાનું બંધ કરો
Hun To Bolish : હું તો બોલીશ : ધમકી આપવાનું બંધ કરો
વડોદરા જિલ્લાની કરજણ નગરપાલિકા સહિતની રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ 16 ફેબ્રુઆરીએ યોજાવાની છે. ભાજપ સહિતના રાજકીય પક્ષો પુરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે વોર્ડ નંબર 7માં પ્રચાર દરમિયાન વડોદરા જિલ્લા ભાજપ-પ્રમુખ સતીશ પટેલે સભાસ્થળે સ્ટેજ પરથી જ મતદારોને ધમકી આપતા હોવાનો વીડિયો વાઈરલ થતાં ચર્ચાઓ થઈ રહી છે. સતીશ પટેલે કહ્યું હતું કે ભાજપના ચારેય ઉમેદવારોને જિતાડશો તો એકેય મકાન તૂટવા નહીં દઉં, જો દગો કર્યો તો એકેયના રાખવા પણ નહીં દઉં....આ મુદ્દે કરજણ બેઠકના પ્રભારી અને વડોદરા શહેર પ્રમુખ ડૉ. વિજય શાહે તેમની વાતને સમર્થન કર્યું....
તો બીજી તરફ જિલ્લા ભાજપના પૂર્વ પ્રભારી અને અગ્રણી કાર્યકર ભારતી ભાણવડિયાએ જિલ્લા ભાજપ પ્રમુખ સતિષ નિશાળીયાનો વિરોધ કરતી પોસ્ટ મૂકી...જેમાં તેમણે સતીષ નિશાળીયા પર ગંભીર આરોપ લગાવ્યા કે, અત્યારસુધી તમામ ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ તેમણે કામ કર્યા છે....કાર્યકરોનું હડહડતું અપમાન કર્યું છે....ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપ સામે બાયો ચડાવી હતી....તેમ છતાં પણ તેમને પ્રમુખ પદ આપવામાં આવ્યું...
કરજણ નગર પાલિકાની આગામી ચૂંટણીમાં ટિકીટ ફાળવણી મુદ્દે ભારે વિરોધ વંટોળ ઉભો થયો હતો....બળવો કરનારા ભાજપના 34 કાર્યકરોને સસ્પેન્ડ કર્યા હતા....
રાધનપુર નગરપાલિકામાં કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ભાજપના મુસ્લિમ ઉમેદવારોને લઈને નિવેદન આપીને નવો વિવાદ સર્જ્યો....તેમણે કહ્યું કે, જે મુસ્લિમનો ઝમીર મરી ગયો હોય, જેનો ઝમીર વેચાઈ ગયો હોય જે કોમી એકતામાં ન માનતા હોય તે જ ભાજપમાં ઉમેદવારી કરી શકે....ગ્યાસુદ્દીન શેખના આ નિવેદને ભાજપના મુસ્લિમ ઉમેદવારોને ધર્મ વિરોધી ગણાવતા વિવાદ વકર્યો છે....