Hun To Bolish : હું તો બોલીશ : દાદા સરકારમાં 'કૌભાંડી ઠેકેદાર' કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : દાદા સરકારમાં 'કૌભાંડી ઠેકેદાર' કેમ?
વિરમગામમા તા.20 નવેમ્બરથી માંડીને 31મી ડિસેમ્બર-2023 સુધી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી હતી.....આ કેન્દ્ર પર ઓનલાઇન 3 લાખ 35 હજાર 524 ડાંગરના કટ્ટા દર્શાવવામાં આવ્યા હતાં....પરંતુ મામલતદારે સ્થળ તપાસ કરતાં માલુમ પડ્યું કે, 2 લાખ 44 હજાર 609 ડાંગરના કટ્ટા જ પડ્યા હતા....84 હજાર 99 ડાંગરની બોરીઓ ગાયબ હતી....ગાયબ બોરીઓની કિંમત 3 કરોડ 76 લાખ રૂપિયા જેટલી થાય છે....6 જાન્યુઆરીએ ડાંગરના જથ્થાનું વેરિફિકેશન કરતા આખું ભોપાળું બહાર આવ્યું.....આ મુદ્દે મામલતદારે 7 લોકો વિરુદ્ધ 31 ડિસેમ્બરે FIR નોંધાવી હતી....જેમાંથી કૌભાંડના મુખ્ય સુત્રધાર ખરીદ અધિકારી એમ.એસ ઠાકોર, તત્કાલિન ગોડાઉન મેનેજર જીતેન્દ્ર પરમાર, ઈજારેદાર સુફીયાન મંડલી, અને વિક્રમ ચૌધરી નામનો એગ્રીકલ્ચર એપ્રેંટીસ ફરાર છે...જ્યારે ત્રણ આરોપીને પકડી પાડવામાં આવ્યા છે...જેમાંથી બે ગ્રેડર અને એક એગ્રીકલ્ચર એપ્રેન્ટીસ છે....
ડાંગર ખરીદી કૌભાંડ મુદ્દે નવા ત્રણ ઘટસ્ફોટ થયા છે....
પહેલો પર્દાફાશ થયો છે આરોપીઓને છાવરવાનો....ફરિયાદ નોંધાયાના 40 દિવસ બાદ પણ મુખ્ય આરોપી સુફિયાન મંડલી પોલીસ પકડથી દૂર છે...એટલું જ નહીં જે ટ્રાંસપોર્ટર પર ડાંગર સગેવગે કરવાનો આરોપ છે તે સુફિયાન મંડલી પાસે જ અનાજ વિતરણનો કોન્ટ્રાક્ટ હજુ યથાવત છે....અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સુફિયાન મંડલીને છાવરતું હોવાના દસ્તાવેજી પુરાવા અમારી પાસે છે....FIR નોંધાયા બાદ પણ કૌભાંડી સુફિયાન મંડલી સરકારી ઇજારદાર તરીકે કાર્યરત છે અને તેને રૂપિયા પણ ચૂકવાઈ રહ્યા છે....સમગ્ર મુદ્દે વિરમગામના મામલતદારે સ્પષ્ટતા કરી કે, વિરમગામ પોલીસે ત્રીજી ફેબ્રુઆરીએ સુફિયાનનો કોન્ટ્રાક્ટર રદ કરવા પત્ર લખ્યો હતો....ચોથી ફેબ્રુઆરીએ પોલીસનો આ પત્ર અને આ અંગેની કાર્યવાહી કરવા ઉપલી કક્ષાએ રજૂઆત કરાઈ હતી....
આ એ જ કૌભાંડી સુફિયાન મંડલી છે જેના ફોટા ધારાસભ્ય હાર્દિક પટેલ સાથે વાયરલ થયા હતા...ત્યારબાદ હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું કે, એક પણ આરોપીને બચાવાશે નહીં....
હવે ડાંગર ખરીદીમાં થયેલા બીજા મોટા ભ્રષ્ટાચારની વાત કરું....તો પોલીસ સુત્ર તરફથી જાણવામાં મળ્યું છે કે, 10 ગામ એવા છે જેમાં ડાંગરની વાવણી થઈ જ નહોતી છતાં તે ગામના ખેડૂતોને નાણા ચૂકવાયા....ગ્રામ સેવકે ગામમાં ડાંગરની વાવણી ન થઈ હોવાનો રિપોર્ટ પોલીસને આપ્યો છે.....હવે સવાલ એ છે કે, વગર વાવણીએ ડાંગરની ઉપજ કેવી રીતે થઈ....જો ઉપજ નથી થઈ તો ખેડૂત પાસે ડાંગર વાવ્યાનો દાખલો આવ્યો ક્યાંથી?
ડાંગર ખરીદીમાં ત્રીજો ખુલાસો એ થયો છે કે, સરકારે જે 150 ખેડૂતોનું પેમેન્ટ અટકાવ્યું તેઓ જ ડાંગરના સાચા ખેડૂતો છે....આ ખેડૂતો એ જ સરકારને ડાંગર વેચી હતી...150 ખેડૂતોને ઝડપથી ચૂકવણું થાય તેવા પોલીસે હાલ પ્રયાસો શરૂ કર્યા છે....