
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?
આજે વિશ્વ વન દિવસ....શહેરોમાં ગ્રીન કવર વધારવા માટે અનેક વનીકરણ યોજના બહાર પડાઈ છે...પરંતુ આ વચ્ચે વાસ્તવિકતા એ પણ છે કે આપણે આપણે વૃક્ષોનું યોગ્ય જતન નથી કરી શક્યા...અને જે વૃક્ષો વાવ્યા છે તે વૃક્ષો પણ પર્યાવરણ અને આરોગ્યને નુકસાન પહોંચાડે તેવા સાબિત થઈ રહ્યા છે....26 સપ્ટેમ્બર, 2023માં રાજ્ય સરકારના પ્રિન્સિપલ ચીફ કન્ઝરવેટરે કોનોકાર્પસ વૃક્ષો પર પ્રતિબંધ મૂકતો એક પરિપત્ર બહાર પાડ્યો હતો...ત્યારબાદ કોનોકાર્પસ વૃક્ષો કાપવાની કાર્યવાહી પણ કરાઈ હતી...પરંતુ હકીકત એ છે કે, આ રાક્ષસી વૃક્ષોને હજુ સુધી ઉખાડી ફેંકાયા નથી....અમદાવાદ હોય કે વડોદરા આ ડેવિલ ટ્રી આજે પણ જાહેર માર્ગો પર દેખાઈ રહ્યા છે....વડોદરા શહેરના છાણી....સમા...નિઝામપુરા....ફતેહગંજ....રાજમહેલ રોડ....આજવા રોડ સહિતના અનેક માર્ગો પર મહાકાય કોનોકાર્પસના વૃક્ષો જોવા મળી રહ્યા છે.....કેટલીક જગ્યાએ કોર્પોરેશને ઝાડના ટ્રીમીંગ કરી નાના કરી દીધા છે....પણ હટાવવામાં આવી રહ્યા નથી...તો બીજી તરફ અમદાવાદના પીરાણા રોડ ઉપર જ અંદાજીત 5 હજારથી વધુ વૃક્ષ એબીપી અસ્મિતાના કેમેરામાં કેદ થયા.....અમદાવાદ શહેરમાં હાલ દોઢ લાખથી વધુ કોનોકાર્પસના વૃક્ષ હયાત છે.. એટલે કે કહેવા પૂરતી જ કામગીરી કરવામાં આવી.. અને હાલ કોનોકાર્પસને લઈ કોઈ કામગીરી કરવામાં આવી નથી.....વૃક્ષોનું વાવેતર અને જતન કરવું એ આપણી ફરજ છે.....પરંતુ આ કોનોકાર્પસ નામનું વૃક્ષ લોકોના આરોગ્ય માટે જોખમી છે.. જેનાથી શરદી, ઉધરસ, અસ્થમા અને એલર્જી જેવા રોગો થાય છે....એટલું જ નહીં, તેના મૂળિયાથી અંડરગ્રાઉન્ડ કેબલ અને પાઈપલાઈનને પણ નુકસાન થાય છે....એટલે જ વન વિભાગે તેના વાવેતર પર પ્રતિબંધ ફરમાવ્યો છે.. સાથે સરકારી નર્સરીમાં પણ કોનોકાર્પસના રોપાનો ઉછેર ન કરવાની સૂચના અપાઈ છે....
તો બીજી તરફ અમદાવાદ શહેરમાં જે ગ્રીન કવર વધારવા માટે 'થ્રી મિલિયન ટ્રી મિશન' અને 'એક પેડ મા કે નામ' અંતર્ગત વિવિધ વિસ્તારોમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરી વૃક્ષો ઉગાડ્યા છે....તેનું પણ યોગ્ય જતન નથી થઈ રહ્યું....જેના કારણે વૃક્ષો બળી રહ્યા છે....છેલ્લા ત્રણ વર્ષમાં 66 કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ કરી 70 લાખથી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા હતા...જે વૃક્ષો પૈકી 49 લાખ 11 હજાર 344 જ હાલમાં બચ્યા છે....બાકીના 28 લાખ 83 હજાર 33 વૃક્ષો બળી ગયા છે...શહેરનું ગ્રીન કવર 12 ટકાથી 15 ટકા વધારવા માટે લક્ષ્યાંક કરી 30 લાખથી વધારે વૃક્ષો વાવવા માટે મિશન ટ્રી નામો આપી દેવાયા....છેલ્લા 3 વર્ષમાં 66 કરોડથી વધુના 394 કામો કોન્ટ્રાકટરોને આપવામાં આવ્યાં હતાં....જે વૃક્ષો વાવવામાં આવ્યા હતા એનું યોગ્ય જતન ન કરવાના કારણે તેમાં વૃક્ષો બળી ગયા તેને લઈને એક પણ કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવ્યો નથી....ગ્રીન સિટીની માત્રને માત્ર વાતો થઈ રહી છે....બીજી તરફ વૃક્ષો બળી રહ્યા છે....