
Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?
ગોંડલમાં પાટીદાર યુવક પર થયેલા હુમલાના વિરોધમાં પાટીદાર સમાજે માડ્યો મોરચો....18 માર્ચે કોલેજ ચોક વિસ્તારમાં બનેલી ઘટનામાં બંને પક્ષે સામસામી ફરિયાદો નોંધાઈ છે...એક સગીરે બીજા સગીરની જાતિય સતામણી કરી હતી...તો બીજા સગીરના વાલીએ સગીરને ઢોર માર માર્યો હતો...આ મુદ્દે સગીરના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી...તો સામા પક્ષે પણ ફરિયાદ નોંધાવી અને આરોપ લગાવ્યો કે, તેમનો 13 વર્ષનો દીકરો કોલેજ ચોક પાસે હતો...ત્યારે બે સગીરે ઝઘડો કરી જાતીય સતામણી કરી ઢીંકાપાટુનો માર માર્યો...પોલીસે આ મુદ્દે બે સગીરો વિરુદ્ધ પોસ્કો હેઠળ ગુનો દાખલો કર્યો છે....પાટીદાર સમાજના સગીરને માર મારવાના ગુનામાં 2 આરોપી મયુરસિંહ ઝાલા અને દર્શનસિંહ ઝાલાને જેલ હેવાલે કરવામાં આવ્યા...જ્યારે હજુ એક આરોપી કોચ મયુરસિંહ સોલંકી ફરાર થઈ ગયો છે....મયુરસિંહ નામનો આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે....તેના જામીન કેન્સલ કરવા માટે ગોંડલ પોલીસે રિપોર્ટ કર્યો છે....
તો બીજી તરફ પાટીદાર સમાજે પ્રાંત કચેરીએ આ મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું....ત્યારબાદ જેલ ચોક પટેલવાડીમાં સર્વે સમાજની મીટિંગ યોજાઈ....જેમાં સમાજે બે મુખ્ય માંગણીઓ રજૂ કરી છે....એક માંગણી છે પકડાયેલા આરોપીઓનો જાહેર વરઘોડો કાઢવો અને બીજી માંગ છે કેસમાં BNS એક્ટની કલમ 109 ઉમેરવામાં આવે....જો માંગ નહીં સંતોષાય તો આવતીકાલે પાટીદાર સમાજે ગોંડલ બંધનું એલાન કર્યું છે.....
સગીરના મારવાના કેસમાં ક્ષત્રિય સમાજ સહિત સર્વે સમાજના અગ્રણીઓએ સુત્રોચ્ચાર સાથે રેલી કાઢી....ગોંડલ રાજપૂત સમાજની વાડીથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢી અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની માગ કરી...
તો આ મુદ્દે પાટીદાર સમાજમાં જોરદાર આક્રોશ છે....સૌરાષ્ટ્રના સહકારી આગેવાન પરસોત્તમ પીપળીયાએ સોશલ મીડિયામાં પોસ્ટ કરી ગોંડલને ગુજરાતનું મિર્ઝાપુર ગણાવ્યું....તો ભાજપ નેતા વરૂણ પટેલે પોસ્ટ કરી કે, પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા કે, પોલીસ એક જ વ્યક્તિ એક જ ગ્રુપનું આધિપત્ય જળવાઈ રહે તેના માટે પ્રવક્તા બને. ગુજરાતના અમુક વિસ્તારમાં અલગ પ્રકારની લોકશાહી છે કે ઠોકશાહી છે?
તો બીજી તરફ ઈજાગ્રસ્ત પાટીદાર સગીરની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે...જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયા અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડૉક્ટર ભરત બોઘરા પણ સગીરને મળવા માટે હોસ્પિટલ પહોંચ્યા...અને નિવેદન આપ્યું કે, આ મુદ્દે ભાજપના પાટીદાર નેતાઓ કેસની તટસ્થ તપાસ કરવા માટે મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રીને કરશે રજૂઆત...આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા જયેશ રાદડિયા માંગ કરી તો ભાજપ નેતા ડો.ભરત બોઘરાએ ઘટનાને નિંદનીય ગણાવી...