Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
સાયબર ગુલામીમાં ધકેલનાર સૌથી મોટા આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવરીના રેકેટનો પર્દાફાશ થયો છે....ગુજરાત સાયબર સેન્ટર ફોર એક્સેલન્સને મોટી સફળતા મળી છે....જેમાં મ્યાનમારના KK પાર્ક અને કંબોડિયા સ્થિત ચાઈનીઝ સાયબર માફિયાના 'સાયબર સ્લેવરી' સ્કેમ સેન્ટરો માટે ભારતીય યુવાનોને સપ્લાય કરતા મુખ્ય સૂત્રધાર-એજન્ટ નિલેશ પુરોહિત ઉર્ફે ઘોસ્ટ તરીકે જાણીતા નીલની ગાંધીનગરથી ધરપકડ કરવામાં આવી છે....અગાઉ તેના 4 જેટલા સાથીદારોની ધરપકડ થઈ ચૂકી છે....તપાસમાં સામે આવ્યું છે કે, નીલે આખું નેટવર્ક બનાવી રાખ્યું હતું...તેના હાથ નીચે 126થી વધુ સબ એજન્ટ અને 30થી વધુ પાકિસ્તાનના એજન્ટોની ચેઈન ઉભી કરી હતી...અને એજન્ટોના સંપર્કમાં રહીને ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિદેશમાં ઊંચા પગારની ડેટા એન્ટ્રી જોબ્સની લાલચ આપી નાગરિકોને ફસાવતો હતો....નીલે ભારત સહિત 11 દેશોના 500થી વધુ નાગરિકોને સાયબર સ્લેવરી માટે મોકલી ચૂક્યો હતો અને 1000થી વધુ લોકોને મોકલવાની ડીલ કરી હતી....આ લોકો દુબઈ, મલેશિયા, થાઈલેન્ડ, વિયેતનામમાં 30થી 70 હજારના પગારથી નોકરી માટે યુવાનોને તૈયાર કરતા હતાં.. તેમાં ડેટા એન્ટ્રી તેમજ કોમ્પ્યુટર ઓપરેટર સહિતની પોસ્ટ માટે મોકલતા હતા... એક યુવકને નોકરી માટે મોકલનારા એજન્ટને નીલ 30થી 40 ટકા કમિશન આપતો હતો.... જે પણ નોકરી માટે તૈયાર થાય તેને મ્યાનમાર લઈ જવાતા હતા ત્યાં એરપોર્ટ પર ઉતરતાની સાથે જ પાસપોર્ટ લઈ લેવાતો હતો અને બાદમાં બાયરોડ જંગલોમાં થઈને તેમજ નદીમાંથી મ્યાનમાર બોર્ડર પર આવેલા કેકે પાર્ક વિસ્તારમાં લઈ જવાતા હતાં...જ્યાં ફિશિંગ, ક્રિપ્ટો સ્કેમ, પોન્ઝી સ્કીમ અને ડેટિંગ એપ મારફતે છેતરપિંડી જેવા સાયબર ગુનાઓ કરવા માટે બળજબરી કરવામાં આવતી હતી....સહકાર ન આપનારને શારીરિક અને માનસિક હેરાનગતિ કરવામાં આવતી હતી...એક વ્યકિત કોલ સેન્ટર પહોંચે તે માટે નીલને 2થી સાડા ચાર હજાર ડોલર સુધી કમિશન મળતું હતું....જેમાંથી સબ-એજન્ટોને 30થી 40 ટકા આપતો હતો. આ સમગ્ર રેકેટમાં નાણાકીય વ્યવહારોને છુપાવવા માટે મ્યૂલ એકાઉન્ટ્સ અને પાંચથી વધુ ક્રિપ્ટો વૉલેટ્સ મારફત કરોડો રૂપિયાનાં ટ્રાન્ઝેક્શન થતાં હતાં....
સાયબર સેન્ટર ઑફ એક્સલન્સે આંતરરાષ્ટ્રીય સ્કેમ સિન્ડિકેટ સાથે મળીને આચરવામાં આવેલા માનવ તસ્કરી અને સાયબર ક્રાઇમના ગંભીર ગુનાનો પર્દાફાશ કરી એક મોટું નેટવર્ક તોડ્યું છે....
--------------------
ફસાયેલાઓને પરત લવાયા
સાયબર ફ્રોડના ષડયંત્રમાં થાઈલેન્ડમાં ફસાયેલા ભારતીયોઓનો છૂટકારો કરાવવા માટે વિશેષ અભિયાન ચાલી રહ્યું છે....બેંગકોકમાં ભારતીય દૂતાવાસ અને મ્યાનમારમાં ભારતીય કોન્સ્યુલેટે, રોયલ થાઈ સરકારની વિવિધ એજન્સીઓ સાથે મળીને તેમને પરત લાવવાની સુવિધા આપી છે...ફસાયેલા લોકોને ભારતીય વાયુસેનાના વિમાનમાં સ્વદેશ પરત લાવવામાં આવી રહ્યા છે...તમામ કથિત રીતે સાયબર સ્કેમ સેન્ટર ચલાવતા હતા...થાઈ અધિકારીઓએ તેમને ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરતી વખતે થાઈ ઈમિગ્રેશન કાયદાઓનું ઉલ્લંઘન કરવા બદલ અટકાયતમાં લીધા હતા...અત્યારસુધીમાં 1500 જેટલા લોકોને સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે....
--------------------
પોરબંદરના યુવકો ફસાયા
20 જૂને પોરબંદરના 19 લોકો નોકરીની લ્હાયમાં છેતરપિંડીનો શિકાર બન્યા હતા...અને બેંગકોંકમાં ફસાયા હતા....તુષાર નામનો યુવક બે વર્ષ અગાઉ અભ્યાસ માટે સાયપ્રશ ગયો હતો.. જ્યાં તેણે તેમના સંબંધીને જાણ કરી હતી કે અહિં હોટલમાં કામ કરવા માટે પાંચ માણસોની જરૂર છે.. જે કામ કરવા માટે ઈચ્છુક હોય તે વ્યક્તિ દીઠ ચાર લાખ આપીને આવી શકે છે.. જેથી પહેલા પાંચ લોકો અમિત અગ્રવાલ નામના વ્યક્તિે પૈસા આપીને બેંગકોક ગયા હતા.. બાદમાં વધારે લોકોની જરૂર હોવાથી અમિત અગ્રવાલે કુલ 19 જેટલા યુવક યુવતીઓ પાસેથી ચાર ચાર લાખ પડાવીને બેંગકોક મોકલ્યા હતા.. જો કે બેંગકોક ગયા બાદ યુવક-યુવતીઓને નોકરી ન મળતા તમામ રઝળી પડ્યા..બેંગકોકમાં ફસાયેલા લોકો સોશલ મીડિયાના માધ્યમથી વીડિયો બનાવીને ભારત સરકાર પાસે મદદ માગી હતી...ત્યારબાદ તમામને પરત લાવવામાં આવ્યા હતા...
=============
અમેરિકામાં નવા કાયદા
ડાયાબિટીસ, સ્થૂળતા અને કેન્સર જેવી બીમારીઓથી પીડિત લોકોને હવે અમેરિકામાં પ્રવેશવામાં મુશ્કેલી પડી શકે છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે 7 નવેમ્બરે વિશ્વભરના યુએસ દૂતાવાસો અને કોન્સ્યુલેટ્સને નિર્દેશ આપ્યો હતો કે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકોને અમેરિકામાં મુસાફરી કરવા કે રહેવાની મંજૂરી ન આપવામાં આવે....
4 દિવસ પહેલા H-1B વિઝા વિવાદ વચ્ચે અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સે વિદેશી કામદારોને "સસ્તા નોકર" ગણાવ્યા અને કહ્યું કે અમારે તેમની જરૂર નથી..."અમેરિકન કામદારોને સસ્તા વિદેશી મજૂરી પર નિર્ભર નહીં, પરંતુ ટેકનોલોજીથી સશક્ત બનાવવું જોઈએ." આ દરમિયાન ટ્રમ્પની પાર્ટી H-1B વિઝા અંગે એક બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે, જેનાથી ભારતીયો માટે અમેરિકામાં પ્રવેશ મુશ્કેલ બની શકે છે....