Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
જીટીયુ...એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી....રાજ્યમાં ઈજનેરી, આર્કિટેક્ચર, મેનેજમેન્ટ, ફાર્મસી અને કૉમ્પ્યુટર સાયન્સ સહિતની શાખાઓની એ યુનિવર્સિટી જેની સાથે 486 કોલેજો જોડાયેલી છે....જેમાં અંદાજે 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે....આ જ યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનિયરીંગના સેમ-7નું પોર્ટ એન્ડ હાર્બર એન્જિનિયરિંગ વિષયનું પેપર....13 નવેમ્બરે લખેલું આ પ્રશ્નપત્ર જુઓ...હવે જુઓ આ જ વિષયનું ગયા વર્ષે એટલે કે 19 નવેમ્બર 2024એ લેવાયેલું પેપર....પહેલેથી લઈને છેલ્લે સુધી તમામ પ્રશ્નો એક જ ઓપશન પણ એક જ....માર્ક્સ પણ એક જ....એટલે કે ડિટો કોપી પેસ્ટ....70 માર્ક્સનું આ પેપર બેઠું ને બેઠું ગયા વર્ષનું અપાઈ પણ ગયું...અને લેવાઈ પણ ગયું.....
--------------------
તો બીજી તરફ GTUની પરીક્ષામાં ભોપાળુ સામે આવતા વિદ્યાર્થી સંગઠનોમાં આક્રોશ છે.....ABVP અને NSUIના કાર્યકર્તાઓએ હોબાળો કર્યો અને કોપી પેસ્ટ કરનારા પેપર સેટર વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી....10 વિદ્યાર્થીઓના હિતમાં ખેલ કરાયાનો NSUIનો આરોપ છે....
--------------------
જીટીયુના રજિસ્ટ્રાર ડોક્ટર કે.એન.ખેરનું કહેવું છે કે, આ બાબત બોર્ડ ઓફ સ્ટડીઝ કમિટી સમક્ષ લઈ જવાશે.....કમિટી અધ્યાપક વિરૂદ્ધ કાર્યવાહી નો રિપોર્ટ તૈયાર કરશે...અને આવતીકાલ સુધીમાં પોતાનો રિપોર્ટ સોંપશે...સરકારી અધ્યાપક હોવાથી કમિશનર ટેકનિકલ એજ્યુકેશન અધ્યાપકે ફરજમાં બેદરકારી બદલ પગલા લેવા ભલામણ કરવામાં આવશે....જો તે કસૂરવાર હશે તો તેનું મહેનતાણું રદ કરી ત્રણ પરીક્ષાની કામગીરીમાંથી બાકાત રખાશે....