Hun To Bolish : હું તો બોલીશ : આ ડાઘિયાનો રસ્તો કાઢો

Continues below advertisement

Hun To Bolish : હું તો બોલીશ : ડાઘિયાનો રસ્તો કાઢો

રખડતા કૂતરાઓના આતંકથી માત્ર ગુજરાત જ નહીં પણ દેશભરના તમામ નાના મોટા શહેર અને ગ્રામીણ વિસ્તારો પરેશાન છે ડોગબાઈટ એટલે કે કૂતરા કરડવાના સતત વધતા જતા કેસ અને તેને લઈ ઉદભવતી સમસ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટે 7નવેમ્બરે ચુકાદો આપી નાગરિકોને આ આતંકથી મુક્ત કરવાની જવાબદારી સ્થાનિક ઓથોરિટિને સોંપી,,,સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હાઈવે અને રસ્તાઓ પર રખડતા પશુઓને દૂર કરો..રખડતા પશુઓને આશ્રયસ્થાનોમાં રાખો..જાહેર સ્થળોએ વાડ કરો અને કૂતરાઓને પ્રવેશતા અટકાવો..રખડતા કૂતરાઓને રસી આપો અને તેમને આશ્રયસ્થાનોમાં રાખો...સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન થાય તે આપણા પ્રદેશ માટે ખાસ જરૂરી છે..એક રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં શેરીમાં રખડતા શ્વાનની સંખ્યા 8.50 લાખ છે અને દેશમાં ગુજરાત નવમા ક્રમે છે. એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા 2019ના સર્વે મુજબ, શ્વાનની સંખ્યા 2 ટકાના દરે વધી રહી છે...છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 11 લાખથી વધુ ડોગ બાઈટના કેસ નોંધાયા છે...

આ તમામની વચ્ચે આજે પણ રઝડતા કૂતરાઓનો આતંક યથાવત છે ક્યાંક નગરપાલિકા તો ક્યાં મહાનગરપાલિકા બેદરકાર છે..બે દ્રશ્યો અહીં પ્રસારિત કરી રહ્યો છું પહેલું દ્રશ્ય માણસા નગરપાલિકાના પાપે ગ્રામીણ વિસ્તારની સમસ્યાનું છે તો બીજુ દ્રશ્ય અમદાવાદમાં કૂતરાના આતંકનું છે..

શરૂઆત માણસા નગરપાલિકાના પાપે આસપાસના ગામોમાં થતી હેરાનગતિ અને કૂતરાઓના આતંકની, નગરપાલિકાએ કચરો ઠાલવવા ગ્રામીણ વિસ્તારમાં ડંપિગ સાઈટ બનાવી અને આ જ ડંપિગ સાઈટને રઝળતા કૂતરાઓએ બનાવ્યો અડ્ડો...સાથે જ અહીં જ ચર્મ કુંડ પણ બનાવાયા..હાલત એ થઈ કે કૂતરાઓનું રીતસરનું ઝુંડ હવે માંસાહારી બની અને વિસ્તારમાં લોકોનું જીવવું મુશ્કેલ બનાવી રહ્યું છે..વર્ષો સુધીની રજૂઆત બાદ પર કોઈ નિવેડો ના આવતા ના છૂટકે આ વિસ્તારના બે ગામ ઈટાદરા અને ફતેહપુરાના સરપંચોએ અમારો સંપર્ક કર્યો અને તેમની સમસ્યાને વાચા આપવા હું આ કાર્યક્રમ કરી રહ્યો છું

વાત હવે બીજો કિસ્સો એટલે કે મહાનગપાલિકાનો..રઝળતા કૂતરાઓનો આતંક રાજ્યના તમામ નગરો અને મહાનગરોમાં છે પણ વાત અમદાવાદની કરી લઇએ..પાલડી વિસ્તારમાં રખડતા શ્વાને મચાવ્યો આતંક.. 18 નવેમ્બરે રખડતા શ્વાને હીરાબાગ ક્રોસિંગ અને શારદા મંદિર રોડ પર પાંચથી વધુ લોકો પર કર્યો હુમલો.. સીસીટીવી ફૂટેજ જુઓ.. પીજીમાં રહેતા યુવક પર રખડતા શ્વાને હુમલો કર્યો.. યુવક મોપેડ પાર્ક કરી રહ્યો હતો ત્યારે જ રખડતા શ્વાને યુવક પર હુમલો કરી દીધો..સ્થાનિકોનો આરોપ છે કે રખડતા શ્વાન પકડવાની મનપાની કામગીરી માત્ર નામ પૂરતી જ છે.. મહાનગરપાલિકાની ઢીલી કામગીરીને લીધે લોકોમાં ભય ફેલાયો છે.. સુખીપુરામાં અમિત મકવાણા પર આ જ રખડતા શ્વાને હુમલો કર્યો.. જેમાં અમિતને ગંભીર ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola