Hun To Bolish : હું તો બોલીશ : નકલી પોલીસનો અસલી પડકાર!

Continues below advertisement
Hun To Bolish : હું તો બોલીશ : નકલી પોલીસનો અસલી પડકાર!
રાજ્યમાં નકલી પોલીસ બનીને રૌફ જમાવતા કે તોડ કરતા લેભાગુ તત્વો રાજ્યની પોલીસને આપી રહ્યા છે અસલી પડકાર....જી હાં...રાજ્યમાં નકલી પોલીસ બનીને તોડ કરવાના છેલ્લા એક મહિનામાં ચાર કિસ્સા બન્યા....ચાર દ્રશ્યો આપ જુઓ....બે ઘટનાઓ રાજકોટની.....આણંદ અને પાટણ....
 
રાજકોટમાં નકલી IPS અધિકારીએ PSI અને DSPમાં ભરતી અને પ્રમોશનની લાલચ આપી કરોડો રૂપિયાની કરી છેતરપિંડી.....તો રાજકોટમાં જ એક વાર કે બે વાર નહીં...છ વાર નકલી પોલીસ બનીને તોડ કરતો આરોપી ઝડપાયો...પાંચ વાર જામીન મળ્યા અને દરેક વખતે જામીન મેળવી ફરી તોડ કરતો....આ તરફ આણંદમાંથી પણ નકલી પોલીસને ઝડપી લેવાયો....બીજી તરફ પાટણમાં તો આખે આખી નકીલ પોલીસની ટોળકી પકડાઈ....
 
રાજકોટ નકલી IPS સામે છેતરપિંડી
 
સૌથી પહેલા વાત રાજકોટની કરીએ.....રાજકોટમાં નકલી IPSનો પર્દાફાશ થયો.....PSI અને DSPની નોકરી અને પ્રમોશનની લાલચ આપનાર નકલી IPS સહિત બે શખ્સો સામે 1 કરોડ 98 લાખની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ...જુઓ નકલી અધિકારી સાહેબના દ્રશ્યો......સાતથી આઠ બાઉંસર સાથે સ્ટેજ પર રૌફ સાથે ચડી રહેલા આ નકલી અધિકારી સાહેબનું નામ છે વિક્કી ઉર્ફે વિવેક દવે.....એન્ટ્રી એવી કે કોઈને એમ જ થાય કે મોટા અધિકારી સાહેબ આવ્યા....વળી સેંકડોની ભીડ વચ્ચે એન્ટ્રી સાથે નામની ઘોષણા પણ IPS વિક્કી સાહેબ અને અધિકારી સાહેબ તરીકે થાય.....આ વિક્કી દવે અને હરી ગમારા નામના બે શખ્સો હાલ ફરાર છે.....બંનેએ PSIની ભરતી ચાલુ હોવાનું કહીને ફરિયાદીના જીતકાવે નોકરી અપાવવાની લાલચ આપી પહેલા 15 લાખ લીધા..બાદમાં મેરિટમાં નામ ન આવતા એક લાખ કાપીને 14 લાખ પરત કર્યા...પછી હરી ગમારાએ વિવેક દવે સીધા DSPનો ઓર્ડર કરાવી આપશે એમ કહી 37 લાખ રૂપિયા પડાવ્યા....બાદમાં ઓર્ડર તૈયાર હોવાનું કહી 1 કરોડ 98 લાખ રૂપિયા પડાવ્યા...જો કે  છેતરપિંડીની જાણ થતા સમગ્ર મામલેપોલીસ ફરિયાદ નોંધાવી.. 
 
 
રાજકોટ નકલી પોલીસ
 
હવે વાત રાજકોટના જ વધુ એક નકલી પોલીસ વિશે......એક વાર નહીં, બે વાર નહીં....છ - છ વાર નકલી પોલીસ બનીને તોડ કરતા ઝડપાયો રાજકોટનો કુખ્યાત મિહીર કુંગસિયા.....પાંચ વખત ઝડપાયો તો ખરો,પણ સાથે પાંચ વખત જામીન પર પણ છૂટી ગયો....નકલી પોલીસ બનીને તોડ કરવાના કેસમાં ઝડપાયેલો મિહીર કુંગસિયા એક વખત તો પાસામાં  સુરત જેલમાં પણ ધકેલાયો....આમ છતાં બહાર નીકળી ફરી તોડ કરતા છઠ્ઠી વખત પણ પકડાયો....મળતી માહિતી મુજબ કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં  બરકતીનગરમાં રહેતા  સમીરભાઈ મુલતાનીએ આરોપી મિહીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.....મિહિર નકલી પોલીસ બની વાહનચાલકોને ઉભા રાખી તેમની પાસે જે રોકડા મળે તેનો તોડ કરતો...એવી જ રીતે તેણે ફરિયાદી સમીરભાઈને રોકી પોલીસની ઓળખ આપી ચેકિંગના નામે 20 હજારનો તોડ કર્યો....હાલ તો પોલીસે તેને પકડી કાયદાનું કરાવ્યું ભાન...
 
આણંદ નકલી પોલીસ પકડાયો
 
આણંદ શહેર...જ્યાં સર્વેલન્સ સ્ક્વોડે બાતમીના આધારે સુરેન્દ્રસિંહ લુહાર નામના નકલી પોલીસને ઝડપી લીધો.....મોગર ગામનો સુરેન્દ્રસિંહ લુહાર પોલીસના ફરડી આઈ કાર્ડ અને પોતાની ગાડી માં પોલીસ લખેલી પ્લેટ સાથે ફરતો...લોકોને પોતાની ઓળખ પોલીસ તરીકે જ આપતો અને તોડ કરતો...અનેકવાર તેની ફરિયાદ પોલીસ સુધી પહોંચતા આખરે પોલીસને પડકાર આપનાર નકલી પોલીસ સુરેંદ્રસિંહ લુહારને ઝડપી લેવાયો....પોલીસના નામે રૌફ જમાવનાર સુરેન્દ્રસિંહ પાસેથી પત્રકાર તરીકેનું નકલી આઈકાર્ડ પણ મળી આવ્યું...હાલ તો તેની સામે કાર્યવાહી ચાલુ છે...
 
પાટણ નકલી પોલીસ
 
પાટણમાં પણ નકલી પોલીસ બનીને લોકો પાસેથી તોડ કરતી આખી ગેંગ ઝડપાઈ....છ લોકોની નકલી પોલીસની આખી ટોળકી પોલીસનો ડ્રેસ,લાલ રંગના બુટ,ખાખી મોજા પહેરી નકલી આઈકાર્ડથી લોકો પાસેથી તોડ કરતી...ક્રાઈમ બ્રાંચને બાતમી મળી કે શહેરની રવેટા હૉટેલમાં નકલી પોલીસ ગેંગ રોકાઈ છે,જેથી ત્યાં દરોડો પાડતા તમામ પાસેથી રોકડ,કાર,મોબાઈલ મળી 18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો...ઝડપાયેલા તમામ આરોપીઓ પાટણના હોવાની જાણકારી.....પોલીસે તમામની સામે કાર્યવાહી કરી શરુ.... 
 
આ નકલી પોલીસ ખોટા આઈકાર્ડ  અને ફરજી દેખાડો કરીને લોકોને છેતરી રહી છે.....આવા તો કેટલાય હજી ફરી રહ્યા છે જે ઝડપાયા નથી.....એટલે જ આ મુદ્દે ચર્ચા કરીશું...મારી સાથે જોડાયા છે...
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola