Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે જાય છે શહેર?
Continues below advertisement
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે જાય છે શહેર?
કોઈ પણ શહેર...કોઈ પણ નગર,જેના નાગરિકો પ્રચંડ પરિશ્રમ કરે...નાગરિકો સમયસર કર ભરે...નાગરીકોની અપેક્ષા હોય કે મારું શહેર પણ કેમ શાંઘાઈ ન બને ?...મારું શહેર પણ જાપાનના ટોકીયો જેવું કેમ ન બને ?....મારું શહેર પણ કેમ વિકસિત ન બને ?...મારા શહેરમાં કેમ ખાડા હોય?....મારા શહેરમાં બધું સારું કેમ ન હોય....મારું શહેર પણ કેમ સ્માર્ટસિટી ન હોય....તમામ નાગરિકોને આ સવાલ થાય જ...પણ નાગરિકોના આ પ્રયાસો પર ત્યારે પાણી ફરી વળે,જ્યારે તે શહેરના જનપ્રતિનિધિઓ સ્વાર્થી હોય...ઝઘડાળું વૃત્તિવાળા હોય...અને અંગત મહત્વકાંક્ષા માટે કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર હોય....તમારા શહેરની પણ લગભગ એવી જ સ્થિતિ હશે,જે સ્થિતિ હું અત્યારે પાટણની રજૂ કરવા જઈ રહ્યો છું.....
------------------------------------------------
પાટણ શહેરનો ભવ્ય ઈતિહાસ
------------------------------------------------
પાટણ....ગુજરાતનું એક સમયનું પાટનગર...ગુજરાતના સામ્રાજ્યનો પાયો નાંખનાર વનરાજ ચાવડાએ વિક્રમ સંવત 802માં પાટણ શહેરની સ્થાપના કરી...એ સમયે તેનું નામ અણહિલપુર હતું..ચાવડા કાળ પછી આવ્યું સોલંકી રાજ......એ પાટણ જેનો સોલંકી યુગમાં સૂરજ સોળે કળાએ ખિલ્યો હતો...સિદ્ધરાજ સોલંકી ,જેમના સમયમાં અત્યંત વિસ્તૃત નગર પાટણની જાહોજલાલી અને શોભાના વર્ણન અનેક પ્રાચિન ગ્રંથોમાં મળે છે જોવા..એ પાટણ જેની ભવ્યતા વિશે પાટણની પ્રભુતાના નામે પ્રખ્યાત લેખક ક. મા. મુનશીએ દુનિયાભરને જણાવ્યું.......એ પાટણ જેના વારસામાં સંસ્કાર,સંસ્કૃતિ,સમૃદ્ધિ અને સભ્યતા...આ ચારે ચાર છે...જે શહેરમાં પથ્થરો પણ બોલે છે ઈતિહાસની ભાષા.....એ પાટણના અદ્વિતિય પટોળા વિશે કોણ ન જાણતું હોય....આખી દુનિયા પાટણના પટોળા ખીદવા માટે અહીં આવે છે.....પણ હવે જ્યારે પટોળા ખરીદવા આવે તો અહીં ગમતું નથી.... જે શહેરની ઓળખ વર્લ્ડ હેરિટેજ સાઈટ રાણકી વાવ થકી હતી..જે માત્ર એક કૂવો જ નહીં,પણ કળા અને સમૃદ્ધિનો વારસો છે...... જુઓ આ તળાવ.....આજે છે શું...આ છે શહેરનું અતિ પ્રાચીન સહસ્ત્રલિંગ તળાવ ,કે જે વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામવા યોગ્ય છે...આજે એની હાલત શું છે...જુઓ આ સ્થિતી...પાટણનું સિદ્ધિ સરોવર..જેનું પાણી શહેરીજનો પીવે છે,....આજે તેના પાણીમાં મૃત માછલા જોવા મળે....અને તળાવ તો છોડો....રોડ રસ્તા જુઓ...ખાડાવાળા રોડ...શહેરમાં રોડ શોધવા પડે એવી હાલત...ગટર જુઓ....ડ્રેનેજ તો આ પેઢી સપને પણ ન વિચારી શકે....રઝળતા ઢોર અને ટ્રાફિકની સમસ્યા....વિકાસના નામે મીંડું હોય ને ત્યાં સુધી તો વિચારી શકાય....પણ વિકાસના નામે માઈનસમાં ગયું આ શહેર...કેમ કે નેતાઓના અહંકારથી આ શહેરના વિકાસની બાદબાકી જ નહીં,પણ ભાગાકાર થયો....
----------------------------------------
પાટણ નગરપાલિકા વિવાદ
-----------------------------------------
તમને લાગતું હશે કે રોનક પટેલ આ શું વાર્તા કરે છે...કેમ આવી વાર્તા કરે છે...પણ મારી આ વાર્તા કરવાનું ચોક્કસ કારણ છે...અને હું ઈચ્છું છું કે તમારા શહેરમાં પણ તમે ધ્યાન રાખજો તમારા શહેરના નગરપાલિાના શાસકો,તમારા નગરના જનપ્રતિનિધિઓ પાટણ શહેર જેવા તો નથી ને...પાટણ શહેર નગરપાલિકા....ભાજપનું શાસન..નગરપાલિકાના કુલલ 11 વૉર્ડ....ભાજપના મેન્ડેટ પર 38 કોર્પોરેટર્સ જીત્યા..એક અપક્ષ જે પણ પાછળથી ભાજપમાં જોડાયા....એટલે કૂલ 39 ભાજપના અને કોંગ્રેસના 5 કોર્પોરેટર્સ....શાહી શાસન... પણ વિપક્ષ જેવું વર્તન કરે..અને વિપક્ષ સાથે શાસક પક્ષ જેવું વર્તન કરે એવું જ વર્તન પાટણની અંદર શાસકપક્ષના કોર્પોરેટર્સ ,શાસકપક્ષે જ નિમેલા પાલિકા પ્રમુખ માટે કરી રહ્યા છે....તો નગરપલિકાના એ જ પ્રમુખ તેમના પક્ષના નગરસેવકો માટે એજ પ્રકારનું વર્તન કરેછે...તમને માનવામાં ન આવતું હોય,કોઈ પણ શાસકપક્ષના નેતાને માનવામાં ન આવતું હોય, તો આ પત્ર જોઈ લો...આ પત્ર કોઈ કોંગ્રેસના કાર્યકર્તાએ નથી લખ્યો....આ પત્ર પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલ પરમારે લખ્યો છે.....મુખ્યમંત્રીને લખેલા પત્રમાં છ નામનો ઉલ્લેખ છે...અને છએ છને વિકાસવિરોધી જ નહીં,રાષ્ટ્ર વિરોધ ટોળકી ગણાવી છે....આ છએ છ લોકો ભાજપના જ કોર્પોરેચર છે...બેને આવો પત્ર લખ્યો તો જવાબમાં આ છએ બાકીના કોર્પોરટર તેમની સાથે હોવાનું કહી પત્રકાર પરિષદ યોજી...જુઓ આ એના દ્રશ્યો....વાત શાસકપક્ષની અંદરના ઝઘડા પૂરતી નથી રહી...વાત હવે જાતભાતના ભેદભાવ સુધી પહોંચી ગઈ છે...હદ તો ત્યારે થાય કે નગરસેવકો એમ કહે કે પ્રમુખ જાતિવાદ ફેલાવી અમારી સાથે અન્યાય કરે છે..અને એે જ લાગ્યું કે આ ભાજપની ભાંજઘડમાં કોણ કોના માટે રોડા બને છે એ એ લોકોનો અંગત વિષય છે....પક્ષની આંતરિક બાબત છે....પણ મારા ગુજરાતનું ઐતિહાસિક,ભવ્ય વારસો ધરાવતા પાટણનો વિકાસ પતનના આરે છે....એટલે જ ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ....
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement