Hun To Bolish : હું તો બોલીશ : કોણ વસૂલે છે ખેડૂતો પાસે રૂપિયા?

Continues below advertisement

Hun To Bolish : હું તો બોલીશ : કોણ વસૂલે છે ખેડૂતો પાસે રૂપિયા?

કમોસમી વરસાદ બાદ ખેડૂતો માટે રાજ્ય સરકારે સહાય પેકેજની જાહેરાત કરી છે.. કૃષિ મંત્રીએ સ્પષ્ટ કહ્યુ છે કે સહાય મેળવવા માટે ખેડૂતોએ એકપણ રૂપિયો નહીં આપવો પડે.. પણ ઉપલેટામાં સહાય ફોર્મ ભરવા માટે VCE ખેડૂત દીઠ 100 રૂપિયા ઉઘરાવતા હોવાનો આરોપ લાગ્યો છે.....મજેઠી ગામમાં હજુ સુધી 350ની સામે ફક્ત 60 ફોર્મ જ ભરાયા છે....તો બીજી તરફ VCEએ આરોપ લગાવ્યો છે કે, 15 દિવસમાં કોઈપણ સંજોગોમાં સહાય ફોર્મ ભરાય નહીં...સર્વર યોગ્ય રીતે કામ ન કરતુ હોવાથી આખી રાત જાગીને ખેડૂતોના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે..... VCEનો તો એવો પણ આરોપ છે કે ફોર્મ દીઠ સરકારે 12 રૂપિયા નક્કી કરેલા છે....પરંતું અગાઉના વીજબીલોનું પણ બિલ બાકી છે.. ચાર વર્ષ થયા છતાં હજુ સુધી સરકાર તરફથી કોઈ ચુકવણું થયું નથી....સરકાર તરફથી તેમને એકપણ રૂપિયો આપવામાં નથી આવતો...

તો બીજી તરફ ગામના તલાટીનું કહેવું છે કે, તેમને આ બાબતની ખબર નથી રૂપિયા લેવાતા હશે તો કાર્યવાહી કરીશું....
------------------
આવી જ સ્થિતિ ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામની છે....અહીં પણ ફોર્મ દીઠ 100 રૂપિયા લેવામાં આવતો હોવાની VCEએ કબુલાત કરી....વીસીઈનો આરોપ છે કે, ફોર્મ ભરવા બે ઓપરેટર રોકવા પડે છે....દિવસે સર્વર યોગ્ય રીતે કામ ન કરતુ હોવાથી રાતે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે...જેથી 100 રૂપિયા લઈએ છીએ....બીજા ઓપરેટર પાસે કામ કરાવવા માટે તેને પણ મહેનતાણુ આપવુ પડતુ હોવાની VCEએ વાત કરી.. 
-------------------
ગીર સોમનાથ જિલ્લામાં સહાય માટેના ફોર્મ માટે VCE ખેડૂતો પાસે ઉઘરાવી રહ્યા છે 100 રૂપિયા.. સુત્રાપાડા બંદર ગ્રામ પંચાયત પર ફરજ બજાવતા VCEએ એબીપી અસ્મિતા સાથે વાત કરતા વ્યથા ઠાલવી કે વધારાના માણસો રાખીને ફોર્મ ભરવાનું કામ કરવુ પડે છે.. સરકાર તરફથી અમને કમિશન પણ સમયસર મળતુ નથી.. તો ખેડૂતો પણ આરોપ લગાવી રહ્યા છે કે સર્વર વારંવાર ઠપ્પ થઈ જતા ખુબજ મુશ્કેલી પડે છે.. VCE પણ ફોર્મ દીઠ ખેડૂતો પાસેથી 100 રૂપિયા વસુલ છે.. પ્રશ્નાવડા ગામના ખેડૂત અગ્રણીએ આરોપ લગાવ્યો કે, સરકારે વીઘા દીઠ માત્ર 3500 રૂપિયાની સહાય આપી છે.. તેમાંથી 100 રૂપિયા VCEને આપવા પડે છે.. સરકાર VCEને પુરતુ મહેનતાણું નથી આપતી જેથી ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.... 

બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં સર્વર ડાઉન થતા ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે....અમરેલી, જુનાગઢ, રાજકોટ સહિતના ખેડૂતોનો આરોપ છે કે, સર્વર ડાઉન હોવાને કારણે ફોર્મ ભરવાની કામગીરી પણ મંદ ગતિએ ચાલી રહી છે....જેથી લાઈનો લગાવવા મજબૂર બન્યા છે....VCEનું કહેવું છે કે,  રાજ્યભરમા આખી સિસ્ટમ ધીમી ચાલી રહી છે....વેબસાઈટ યોગ્ય રીતે ચાલતી નથી....જો સર્વર યોગ્ય રીતે ચાલે તો માત્ર પાંચ મિનિટનું કામ છે....સર્વર ધીમું ચાલતું હોવાના કારણે દિવસભરની કામગીરીથી માત્ર પાંચથી છ અરજીઓ જ અપલોડ થાય છે...એટલું જ નહીં સહાય મેળવવા માટે રાત્રે પણ ખેડૂતો ઉજાગરા કરીને લાઈનો લગાવે છે....

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola