Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી ધારાસભ્યને સળી?
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી ધારાસભ્યને સળી?
જનપ્રતિનિધિ એટલે કે જનતાના મતથી બનેલો કોર્પોરેટર, તાલુકા-જિલ્લા પંચાયતનો સભ્ય, ધારાસભ્ય કે પછી સાંસદ....તમામ પાસે નાગરિકોને અપેક્ષા હોય કે તેમની સમસ્યાનો ઉકેલ લાવવામાં આ જનપ્રતિનિધિઓ મદદ કરે....સામાન્ય રીતે, કોઈ સમસ્યા હોય તો જનપ્રતિનિધિ સુધી પહોંચવા નાગરિકો પ્રયાસ કરતા હોય....જેમની ઓળખાણ હોય કે સીધો સંબંધ હોય તે આ જનપ્રતિનિધિઓનો સંપર્ક કરી વાત પહોંચાડી શકે....પણ જેમની કોઈ ઓળખાણ કે સંબંધ નથી તે ક્યાંયથી ને ક્યાંયથી પોતાના વિસ્તારના જનપ્રતિનિધિને ટેલિફોન મારફતે સંપર્ક કરતા હોય છે....કેટલાક જનપ્રતિનિધિ એવા છે કે, જેમનો નાગરિકો સાથે સીધો રોજિંદો સંપર્ક છે પણ કેટલાક એવા છે કે, જેમને માત્રને માત્ર ચૂંટણી સમયે જ નાગરિકો યાદ આવે છે....કદાચ આ જ કારણ છે, ધારાસભ્ય હોય કે સાંસદ...તેમના વિસ્તારના જ મતદાતાઓનો અસંતોષનો શિકાર અને કારણ બને છે....આ તમામની વચ્ચે કેટલાક લોકો જનપ્રતિનિધિને વારંવાર ફોન કરીને પોતાની સમસ્યા મુદ્દે ખરું-ખોટું સંભળાવતા પણ હોય છે...સાથે જ ફોન ઉપર ધારાસભ્ય કે સાંસદ થયેલી વાત વાયરલ પણ કરે છે....કદાચ આ જ કારણ છે કે, માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ તો વીડિયો જાહેર કરીને કહેવું પડ્યું કે, મહેરબાની કરીને સળી ના કરશો...આવો સાંભળીએ શું કહ્યું અરવિંદ લાડાણીએ.....
હવે ખરેખર એ જાણવું અને સમજવું છે કે, અહીં વાંક જનપ્રતિનિધિઓનો છે કે પછી વારંવાર ફોન કરીને લાડાણીને ભાષામાં કહીએ તો સળી કરનારાઓનો છે....બસ આ જ મુદ્દે અમે કેટલાક ધારાસભ્યોને પૂછ્યું તો તેમનું શું કહેવું છે તે સાંભળી લઈએ....