Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવ્યું હવામાં ઝેર ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવ્યું હવામાં ઝેર ?
ઈથોપિયા જ્વાળામુખી રાખ
ઈથોપિયામાં બાર હજાર વર્ષ પછી જ્વાળામુખી ફાટતા તેની અસર ભારત સુધી વર્તાઈ છે... રવિવારે ફાટેલા જ્વાળામુખીમાંથી નીકળેલી રાખ અને સલ્ફર ઓક્સાઈડ લગભગ 15 કિમી ઊંચાઈ સુધી પહોંચ્યા... હવામાન નિષ્ણાંતો મુજબ આ વાદળો રેડ સીને પાર કરી યમન અને ઓમાન સુધી ફેલાઈ ગયા છે... મંગળવારની રાત્રીના લગભગ 11 વાગ્યે આ રાખ દિલ્લી સુધી પહોંચી ગઈ હતી.... વેધર એક્સપર્ટ સતત તેનું મોનિટરીંગ કરી રહ્યા છે... વેધર એક્સપર્ટસના મતે રાખના વાદળ લગભગ 130 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર- પશ્ચિમ ભારત તરફ આગળ વધી રહ્યા છે... રાખના આ વાદળો સૌ પ્રથમ પશ્ચિમ રાજસ્થાનમાં દાખલ થયા....અને જોધપુર- જેસલમેર તરફથી ભારતમાં પ્રવેશ કરી ચૂક્યા છે... હવે ઉત્તર- પૂર્વ તરફ આગળ વધી રહ્યા છે... વેધર એક્સપર્ટના મતે રાખના વાદળનો એક ભાગ ગુજરાતને પણ સ્પર્શી ગયો છે.... આકાશમાં ફેલાયેલી રાખને કારણે ફ્લાઇટ્સને મુશ્કેલી પડી રહી છે....રાખને કારણે દિલ્હી-જયપુર જેવા વિસ્તારોમાં ફ્લાઇટ્સ પર નજર રાખવામાં આવી રહી છે....રાખના કણો એન્જિનને નુકસાન પહોંચાડી શકે છે, તેથી ઇન્ટરનેશનલ એવિએશન પ્રોટોકોલ હેઠળ સાવચેતી રાખવામાં આવી રહી છે....ઈથોપિયા જ્વાળામુખી ઈફેક્ટના કારણે સાત ઈન્ટરનેશનલ ફ્લાઈટ આઠ કલાક સુધી મોડી પડી છે.... જ્યારે અમદાવાદ આવતી જતી કુલ 50 ફ્લાઈટના શિડ્યુલ ખોરવાયા.....
-------------------
ગુજરાતની હવા ઝેરી
દિલ્લીની જેમ ગુજરાતની હવા બની ઝેરી.. ગુજરાતનો AQI 193ને પાર થઈ ગયો છે.. અમદાવાદ સહિતના મહાનગરો અને શહેરોની હવા પ્રદુષિત બની છે.. વાત અમદાવાદની કરીએ તો અમદાવાદનો AQI 195ને પાર થઈ ગયો છે....ખાસ કરીને અમદાવાદના રખિયાલ, નારોલ, નરોડા, વિંઝોલ, વટવા, સોલા રોડ સહિતના વિસ્તારોમાં હવા સૌથી વધુ પ્રદુષિત બની છે....મહાનગરોમાં સુરતનો એર ક્વોલિટી ઈન્ડેક્સ સૌથી વધુ 204ને પાર થયો છે....જ્યારે વડોદરામાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 174ને પાર થઈ ગયો છે.....અંકલેશ્વરનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 195 તો વલસાડ અને નવસારીમાં પણ એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર થયો છે.....રાજકોટમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 170ને પાર થયો છે.. સંઘ પ્રદેશ દમણમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 200ને પાર થયો છે.....શહેરોમાં થતા બાંધકામ અને ઈન્ડસ્ટ્રીઝને લીધે હવાનું પ્રદૂષણ વધ્યુ છે....તો હવાનું પ્રદૂષણ વધતા તબીબોએ પણ સિનિયર સિટીઝનો અને શ્વાસના દર્દીઓને વહેલી સવારે અને રાતના સમયે બહાર ન નીકળવાની સલાહ આપી છે....એટલુ જ નહીં....જો અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળવાનું થાય તો માસ્ક પહેરીને બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે....
=============
અમદાવાદ પ્રદૂષણ
એબીપી અસ્મિતાના સંવાદદાતાઓએ વહેલી સવારના સમયે અમદાવાદ શહેરના અલગ- અલગ વિસ્તારના પ્રદૂષણને લઈ તપાસ કરતા ચોંકાવનારા આંકડા સામે આવ્યા..... શહેરના નારોલ વિસ્તારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 175 પર પહોંચી ગયો..... જ્યારે પીરાણા ડમ્પિંગ સાઈટ પર એર ક્વોલિટી ઈન્ડેક્સ 180 પર પહોંચી ગયો.... જ્યારે સાયન્સ સિટી વિસ્તારમાં સવારે સાત વાગ્યા આસપાસ AQI 195 નોંધાયો.... સાયન્સ સિટી વિસ્તારમાં આ સ્થિતિ છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી છે... ત્યારે એબીપી અસ્મિતાની ટીમ તપાસ માટે પહોંચતા સામે આવ્યું કે ન માત્ર જ્વાળામુખીની આકાશમાં ઉઠેલી રાખ પણ નિર્માણાધીન ઈમારતો અને RMC પ્લાન્ટ પ્રદૂષણ પાછળ જવાબદાર હોવાનું સામે આવ્યું... કોર્પોરેશને કન્સ્ટ્રકશન સાઈટ પર ગ્રીન નેટ લગાડવાનો આદેશ કર્યો છે તે નિયમોનો પણ ભંગ થતો હોવાનું સામે આવ્યું.... ત્રણ પૈકી માત્ર એક કન્સ્ટ્રકશન સાઈટ પર ગ્રીન નેટ લગાડાયાનું સામે આવ્યું.... AMCએ રેડી મિક્સ કોંક્રિટ પ્લાન્ટને શહેરની હદ બહાર કર્યાના નિર્દેશ બાદ હજુ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે ઔડાએ કોઈ નિર્ણય કર્યો નથી.... RMC પ્લાન્ટના કારણે સાયન્સ સિટી તથા આસપાસના શીલજ અને થલતેજમાં પણ હવાની ગુણવત્તા અતિ ખરાબ થઈ છે.... આ તરફ નારોલ અને પીરાણા ડમ્પિંગ સાઈટ વિસ્તારમાં બેફામ ડમ્પરોના કારણે પ્રદૂષણ ભયજનક લેવલ પર પહોંચ્યું છે... માટી ભરીને કે માટી ખાલી કરવા જતા ડમ્પરો સતત હવા ઝેરી બનાવી રહ્યા છે.... NGTના આદેશ બાદ પણ હજુ પણ પીરાણા ડમ્પિંગ સાઈટ દૂર નથી કરાઈ... નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કચરાના ઢગને સમાંતર કરી દેવાનો વર્ષ 2023માં આદેશ કરી દીધો હતો.... આ તરફ વેજલપુર, સેટેલાઈટ જેવા વિસ્તારમાં પણ પ્રદૂષિત હવાના કારણે હવાની ગુણવત્તા ખરાબ થઈ છે.... સૂર્યોદય બાદ પણ લોકોને વાહનોની હેડલાઈટ ચાલુ રાખીને વાહન હંકારવાની ફરજ પડી....
=============
સુરત પ્રદૂષણ
સુરત શહેરમાં દિલ્લી જેવું ખતરનાક વાયુ પ્રદૂષણ જોવા મળી રહ્યું છે....સુરત શહેરમાં AQI 200ને પાર થઈ ચૂક્યો છે....200થી વધુ AQIને અત્યંત ઘાતક માનવામાં આવે છે....પાંડેસરા, વેસુ, અલથાણ, ઉધના, સચિન, પાલ સહિતના વિસ્તારોની હવા ઝેરીલી બની છે....ઔદ્યોગિક એકમો, બાંધકામો અને ડાઈંગ મિલોમાંથી નીકળતો ધૂમાડો પ્રદૂષણ વધવાનું કારણ બન્યું છે
=============
ભરૂચ પ્રદૂષણ
ભરૂચ અને અંકલેશ્વર સહિત આસપાસના વિસ્તારોના AQIમાં ચિંતાજનક વધારો થયો છે....વાયુ પ્રદુષણ વધતા રહીશોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા સહિતની ફરિયાદો ઉઠી રહી છે....ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર, પાનોલી, ઝઘડીયા, દહેજ અને વાગરા સહિત અનેક વિસ્તારોમાં જીઆઇડીસી આવેલી છે.... જીઆઇડીસીના પ્રદૂષણના કારણે આસપાસના ગામોમાં ચિંતાજનક વાતાવરણ ઊભું થયું છે....
=============
રાજકોટ પ્રદૂષણ
સૌરાષ્ટ્રના સૌથી મોટા શહેર રાજકોટમાં હવા બની દૂષિત....રાજકોટ શહેરમાં સૌથી વધુ વાહનોનું પ્રદૂષણ થાય છે...સવારના સમયે રાજકોટ શહેરમાં AQI 180ને પાર પહોંચી જાય છે....રાજકોટના ત્રિકોણ બાગ અને સોરઠીયા વાડી સર્કલ પર AQI સૌથી વધુ ખરાબ સ્થિતિમાં છે....સોરઠિયાવાડી, આરએમસી સેન્ટ્રલ ઝોન કચેરી અને જામ ટાવર વિસ્તારમાં પ્રદૂષણ નું સ્તર ઉચ્ચતમ નોંધાયું છે....મુખ્ય રાજમાર્ગો પર પ્રદૂષણનું સ્તર 250થી 300 પર પહોંચ્યુ છે....ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કારખાનાઓના કારણે પણ પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે....
=============
શું છે એર ક્વોલિટી ઇન્ડેક્સ?
વિવિધ પ્રકારના પ્રદૂષકોનું અવલોકન કરવામાં આવે છે
પ્રદૂષકોની માત્રા માપવામાં આવે છે
AQIનો સ્તર સૂચવે છે કે વાયુ-પ્રદૂષણ વધી રહ્યું છે કે ઘટી રહ્યું છે
AQIની રેન્જ 0થી 500 વચ્ચે હોય છે
AQI જેટલો ઓછો એટલી હવા સારી મનાય છે
AQI વધે એમ પ્રદૂષણ વધ્યું ગણાય
AQIથી જાણી શકાય કે, હવા કેટલી શુદ્ધ અને કેટલી પ્રદૂષિત
=============
ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI)ના માપદંડ
0-50 AQI
હવા સ્વચ્છ અને બહારની પ્રવૃત્તિઓ સલામત
------------------
51-100 AQI
મધ્યમ હવા, સંવેદનશીલ વ્યક્તિઓને થોડી અગવડતા પડી શકે
------------------
101-150 AQI
બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વૃદ્ધો માટે જોખમ
બહારની પ્રવૃત્તિઓ મર્યાદિત કરવાની ભલામણ
------------------
151-200 AQI
આરોગ્ય માટે ગંભીર
------------------
201-300 AQI
આરોગ્ય માટે ખૂબ જ ગંભીર
બહારની પ્રવૃત્તિઓ ટાળવી
------------------
301+ AQI
આરોગ્ય માટે અત્યંત જોખમી
ઘરની અંદર રહો અને સાવચેતી રાખો
=============
સાબરમતી નદી પ્રદૂષણ
ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ પણ નથી સુધર્યું AMC અને GPCB...હજી પણ સાબરમતી નદીમાં ખુલ્લેઆમ છોડાઈ રહ્યું છે અનટ્રીટ વોટર....4 અલગ અલગ GIDCના કેમિકલના પાણીથી સાબરમતી નદી પ્રદૂષિત થઈ રહી છે.....ગેરકાયદે કનેક્શન કાપ્યા બાદ પણ સ્થિતિમાં કોઈ સુધારો નહીં....