Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગયા નગરપાલિકાના રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગયા નગરપાલિકાના રૂપિયા ?
સૌરાષ્ટ્ર કચ્છની 69 નગરપાલિકા પાસે PGVCLના 398 કરોડ રૂપિયા લેવાના બાકી છે.....સૌરાષ્ટ્ર અને કચ્છના 11 સર્કલ હેઠળ આવતી 69 નગરપાલિકાઓએ છેલ્લા બે વર્ષથી વોટર વર્ક્સ અને સ્ટ્રીટ લાઈટનો ઉપયોગ કર્યો પણ તેનું બિલ PGVCLને નથી ચૂકવ્યું.....સામાન્ય ગ્રાહકો જો બિલ ભરવામાં મોડું કરે તો તેમને વીજ કંપનીઓ વોર્નિંગ આપી તુરંત જ વીજ કનેક્શન કાપી નાખે છે....ત્યારે બે વર્ષથી પાલિકાઓએ બિલ નથી ભર્યું તો કોઈ કાર્યવાહી નથી કરાતી...અમરેલી જિલ્લાઓની નગરપાલિકાઓની વાત કરીએ તો, અમરેલી નગરપાલિકાનું 7 કરોડ 39 લાખ રૂપિયાનું વીજ બિલ ચૂકવવાનું બાકી છે....ચલાલા નગરપાલિકાનું 7 કરોડ 16 લાખ...લાઠી નગરપાલિકાનું 6 કરોડ 65 લાખ...બગસરા નગરપાલિકાનું 6 કરોડ 40 લાખ....સાવરકુંડલા નગરપાલિકાનું 5 કરોડ 86 લાખનું બિલ ચૂકવવાનું બાકી છે.....ભાવનગર જિલ્લાઓની નગરપાલિકાઓની વાત કરીએ તો, પાલિતાણા નગરપાલિકાનું 9 કરોડ 14 લાખ....સિહોર નગરપાલિકાનું 5 કરોડ 95 લાખ....ગારિયાધાર નગરપાલિકાનું 1 કરોડ 68 લાખ બિલ ચૂકવવાનું બાકી છે....હળવદ નગરપાલિકાનું 7 કરોડ 35 લાખ....લીંબડી નગરપાલિકાનું 4 કરોડ 86 લાખ રૂપિયાનું બિલ બાકી છે....કચ્છ જિલ્લાની નગરપાલિકાની વાત કરીએ તો, રાપર નગરપાલિકાનું 7 કરોડ 50 લાખ...નખત્રાણા નગરપાલિકાનું 5 કરોડ 59 લાખ....ભુજ નગરપાલિકાનું 5 કરોડ 4 લાખ રૂપિયા....માંડવી નગરપાલિકાનું 4 કરોડ 83 લાખ રૂપિયા બિલ વોટર વર્ક્સ અને સ્ટ્રીટ લાઈટનું ચૂકવવાનું બાકી છે....