Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના નામે અધિકારી અને ઉદ્યોગપતિઓનો ખેલ ?

Continues below advertisement

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના નામે અધિકારી અને ઉદ્યોગપતિઓનો ખેલ ?

રાજ્યની અંદર સુચારૂ રૂપે શાસન ચાલે....કોઈ પણ પ્રકારની ગેરકાયદે ગતિવિધિઓ જ ન થાય...અને વિકાસની ગાથા વેગવંતી બને તેના આશય સાથે ધરમપુરમાં ચિંતન શિબિર શરૂ થઈ....ત્રણ દિવસની આ ચિંતન શિબિર છે....તેની અંદર મુખ્યમંત્રી સહિત રાજ્ય સરકારના તમામ મંત્રી...તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ....સચિવ કક્ષાના અધિકારીઓ મળીને 241 વ્યક્તિઓ રાજ્યના હિતમાં ચિંતન કરશે....ચિંતન હરહંમેશ થવું જ જોઈએ....અને દરેક કામની સમીક્ષા પણ થવી જોઈએ....અને એ સમીક્ષા માટે રાજદાહની બાર થાય એ પણ જરૂરી અને શાંતિથી માત્ર ચિંતન થાય.....પણ આ સમયે એ ચિંતન કરવાની જરૂર છે....કે રાજ્યની અંદર સરકારી સંપતિઓ અથવા તો સરકારી જમીન અથવા તો સરકારી યોજના ઉપર દબાણ કેમ થાય....દર વખતે દબાણની વાત આવે એટલે અલગ અલગ પ્રકારની વાર્તાઓ અને ચર્ચાઓ થાય....આજે હું માત્ર એક જ ઉદાહરણ તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું.....અમદાવાદના કુબડથલમાં બનેલો બ્રિજ....અહીંયા કોઈ એટલું મોટું નિર્માણ નથી....પણ આ કિસ્સો બતાવે છે, કે દબાણ કરવાવાળા લોકો અને તેની સાથે જોડાયેલી ભ્રષ્ટ સિસ્ટમ....તેનું નેટવર્ક જ નહીં, કાર્ટેલ કે નેક્સેસ એટલું ખતરનાક છે....કે તેને તોડવું મુશ્કેલ છે.....આ કોઈ સરકારે બનાવેલું એસ્ટેટ નથી....ખાનગી ડેવલોપરે 2018માં આ એસ્ટેટ ડેવલપ કર્યું.....હવે એસ્ટેટની બહાર નર્મદા નિગમની નહેર જાય છે.....આપ આ નહેર જોઈ શકો છો....કેમ કે આ નહેર છે...પહેલા એસ્ટેટ હતું ત્યાં ખાલી જગ્યા હતી....આ સંજોગોમાં ત્યારે જ્યારે ગામ હતું ત્યારે ત્યાં જવા માટે નર્મદા નહેરની અંદર એક પૂલિયું નર્મદા નિગમે બનાવ્યું હતું....પણ નર્મદા નિગમની કોઈ પણ પ્રકારની અનુમતિ મળ્યા સિવાય....2018 બાદ એટલે કે આજથી સાત વર્ષ પહેલા નિર્માણ થયેલો આ પુલ જુઓ....માત્ર પુલ નહીં તેની ઉપર બનેલો RCC રોડ જુઓ....જુનુ પુલિયું હતું એટલે જુનો રોડ હશે....એ સરકારી રાહે બનેલો રોડ હશે કાચો-પાકો જે હશે એ....પણ આ પૂલિયું ખોટી રીતે બન્યું....એટલે તેને જોડતો રસ્તો પણ સ્વાભાવિક રીતે જ ગેરકાયદેસર બન્યો હશે.....વર્ષોથી અહીંયા અનેક વિભાગો લાગે છે....નર્મદા પણ લાગે, મહેસૂલ પણ લાગે 6થી 7 અલગ અલગ વિભાગ લાગે....અહીં નફ્ફટાઈ અને નાલાયકી જોજો, અનેક વાર એક વ્યક્તિએ અરજીઓ કરી....અરજી કરનાર વ્યક્તિનો ઈરાદો શું હતો તે હું નથી જાણતો....પણ હું એટલું જાણું છું ખોટું એ ખોટું છે....એ પછી કોઈ પણ કરે હું કરું, બીજો કરે, કોઈ પણ કરે....નફ્ફટાઈ વિભાગની પણ જોજો....આ વિભાગે કોઈ કાર્યવાહી ન કરી વારંવાર અરજી પછી....ત્યારે અરજદારે મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં અરજી આપી અને લેખિત પુરાવા આપ્યા....અને હું જે સમજ્યો તે પ્રકારે પ્રાથમિક તપાસ બાદ એની અંદર ખોટું જણાય તો જ કાર્યવાહી કરવાનો આદેશ કરાયો હશે એટલે આજે સવારે ન છૂટકે તે વિભાગના અધિકારી જેસીબી લઈને પહોંચ્યા....એબીપી અસ્મિતાને પણ જાણકારી મળી એટલે એબીપી અસ્મિતાની ટીમ હિરેન રાજ્યગુરુ પણ ત્યાં ગયા....લાગતુ હતું કે હવે તો પાપનો ઘડો છલકાયો અને એટલે જ આ તૂટી જશે....અને ત્યાં સુધી તો અમને એમ પણ લાગ્યું હતું કે આટલું ચિંતન ચાલે છે તો ચિંતન એ પણ થયું હશે કે આ નફ્ફટને અત્યારસુધી ચલાવનારું કોણ હશે....કારણ કે નિયમ પ્રમાણે પહેલામાં પહેલું તો પુલ પરમિશન સાથે બનવો જોઈએ...બીજું ખાનગી કોઈ બનાવતું હોય પરમિશનથી તો તેને ચાર્જ ચૂકવવો પડે....અને તે જગ્યાનું ભાડું ચૂકવવું પડે....સ્વાભાવિક રીતે ગેરકાયદેસર હતું એટલે આવું કશું વિભાગ જોડે નહીં આવતું હોય....આ એ વિભાગ જો ખેડૂત ખોટી રીતે પાઈપ નાખેને અંદર તો તેના વિરુદ્ધ ગુનો FIR દાખલ કરે....આ એ વિભાગ કે,  એમ કે નહેરમાંથી એક ટીપું પણ પાણી ન ચોરાવું જોઈએ....મોનિટરીંગ કરે છે....તો આખું ને આખું આ નાળું બની ગયું અત્યાર સુધી કોઈ કાર્યવાહી નહીં....છતાં અમને લાગ્યું કે આજ તો થશે મુખ્યમંત્રીએ કીધું એટલે....સવારે ખેલ જૂઓ તમે....અધિકારી આવ્યા બે-ત્રણ પોલીસવાળા આવ્યા....જેસીબી આવ્યું....ધીમે ધીમે એસ્ટેટવાળા-ઉદ્યોગવાળા ભેગા થવા લાગ્યું....હવે લાગતું હતું કે, બુલડોઝર તો ફરશે જ....પણ દાદાના આ બુલડોઝરને અચાનક બ્રેક લાગી...બુલડોઝર ગયું...અધિકારી એમ કહીને ગયા કે અમારે નવા વધુ બંદોબસ્ત સાથે આવવું પડશે....હવે આખા કેસને સમજવા બંને ને સાંભળજો....પહેલા સાંભળી લો ડેવલોપરને....અને પછી અધિકારીને

સાંભળ્યા બંને ને....બંને એક વાત માને છે, આ ગેરકાયદેસર નિર્માણ થયેલું છે....પહેલા ડેવલોપર દુનિયાભરની વાર્તા કરે છે....કે હું તો પાક સાફ છું....હુ તો ચોખ્ખો માણસ છું....તો આ અધિકારી ખોટું છે એમ તો કહે છે....પણ આ અધિકારીની નિષ્ઠામાં કેટલું પાપ છે ને તે જુઓ, અધિકારીના શબ્દો અને ડેવલોપરના શબ્દો....

હવે આનાથી નુકસાન ડેવલોપરના કહેવા પ્રમાણે 20 ખેડૂતોને જ જાય છે....તો અધિકારીઓ કેમ 200-200 ખેડૂત કરે છે....ખેડૂતના નામે વાઉચર ફાળવું છે....એમ ખેડૂતનું નામ કહેશો એટલે લાગણી થાય....આ ખેલ છે....અને આ જ ખેલને રોકવો જરૂરી છે....આ જ રીતે મોટા મોટા લોકોના નાના નાના સ્વાર્થ, વહીવટો, અધિકારીઓ કે બિલ્ડરો-ડેવલોપરોનું નેકસેસ....એના જ કારણે દબાણો થાય છે....દબાણની શરૂઆત નાના પાયે થાય છે....અને નાના પાયે થયેલું પુલિયું ક્યારે મોટો બ્રિજ બની જાય...નાના પાયે બનેલી નાની ઓરડી ક્યારે આખી બહુમાળી બિલ્ડિંગ બની જાયને એ ખબર નથી પડતી....અને એના પછી પાછું છેલ્લે વાર્તા લઈ આવે ઈમ્પેક્ટ ફીની....એમ કરીને ગેરકાનૂની બધુ કાયદેસર ઓફિશિયલ લાંચ આપવાની સરકારને....અને રેગ્યુલરાઈઝ કરી દેવાની....પછી આપણે કહીએ કે, શહેરોમાં ટ્રાફિક થાય....પછી આપણે કહીએ નડતરરૂપ કંસ્ટ્રક્શન થાય....પછી આપણે કહીએ બિલ્ડરો બેફામ બને....તો બને જ ને ભાઈ...અધિકારીઓની નિષ્ઠામાં ખોટ હોય તો કેમ નહીં....ચર્ચા હવે એ વાતની કરવી છે....અધિકારીઓ કેટલા જવાબદાર.....

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola