Hun To Bolish : હું તો બોલીશ : 'ખાડા'નું પોસ્ટમોર્ટમ

Continues below advertisement

Hun To Bolish : હું તો બોલીશ : 'ખાડા'નું પોસ્ટમોર્ટમ

રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારે નેશનલ હાઈવે ઓથોરિટીને કરી રજૂઆત.. ગોધરા વાવડી ટોલ બુથથી અમદાવાદ તરફ જવાનો 60 કિલોમીટર સુધીનો નેશનલ હાઈવે અતિ બિસ્માર હાલતમાં હોવાની ચિંતા વ્યક્ત કરી સાંસદે ખાનગી એજન્સી પાસે રોડનું સર્વે કરાવી બિસ્માર રસ્તાની સમસ્યાનું નિરાકરણ લાવવાની રજૂઆત કરી.. સાંસદે રજૂઆત કરી કે આર.કે.કન્સ્ટ્રક્શન નામની ખાનગી એજન્સીએ બિસ્માર માર્ગોનો સર્વે કરીને રિપોર્ટ રજુ કરવામાં આવ્યો છે.. આ સર્વેમાં વાવડી ટોલ બુથથી અમદાવાદ તરફનો આશરે 60 કિલોમીટરનો રસ્તો અત્યંત ખરાબ છે.. સર્વેમાં રસ્તાની બિસ્માર સ્થિતિની વિગતો એકત્રિત કરવામાં આવી છે ...સંકલનની બેઠકમાં પણ બિસ્માર રોડ અંગે નેશનલ હાઈવે ઓથોરિટીને રજૂઆત કરી હતી..પરંતુ હાલત સુધરી નથી....નવા સર્વેની વિગતો ફરી નેશનલ હાઈવે ઓથોરિટી સમક્ષ મૂકવામાં આવી છે....
-------------------
નીતિન ગડકરી 

બે દિવસીય ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતમાં હાઈવેના કામ માટે 20,000 કરોડ આપવાની મોટી જાહેરાત કરી....બુધવારે હિંમતનગર પાસેથી પસાર થતા નેશનલ હાઈવેની મુલાકાત લીધા બાદ ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી....જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના હાઇવેઝ પર 35 ટકા કરતાં વધુનાં વાહન ભારણને ધ્યાને લઈને હાઈવેના મરામત અને વિસ્તૃતીકરણના કાર્ય સતત ચાલુ રહે એ જરૂરિયાત અંગે રજૂઆત કરી હતી. તેમણે ખાસ કરીને અમદાવાદ-મુંબઈ, રાજકોટ–ગોંડલ–જેતપુર તથા અમદાવાદ–ઉદયપુર પ્રોજેક્ટનાં કામો ઝડપથી પૂરાં થાય એ બાબતે પણ અનુરોધ કર્યો. મુખ્યમંત્રીની રજૂઆતને તાત્કાલિક પ્રતિસાદ આપતાં કેન્દ્રીય મંત્રી ગડકરીએ ગુજરાતમાં NHAI હેઠળના હાઈવે અને અન્ય પ્રોજેક્ટ માટે રૂ. 20 હજાર કરોડની મંજૂરી કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે એવી ખાતરી આપી.....આજે સવારે ગાંધીનગરથી નીતિન ગડકરી સુરત પહોંચ્યા....જ્યાં બે નેશનલ હાઈવે અને દિલ્હી- મુંબઈ એક્સપ્રેસ હાઈવેના કામની સમીક્ષા કરી....ત્યારબાદ વલસાડ પહોંચ્યા હતા અને  ચોમાસા બાદ બિસમાર થયેલા નેશનલ હાઈવેનું નિરીક્ષણ કર્યુ....

કાલની બેઠકમાં અધિકારીઓ-ઈજારદારોને સ્પષ્ટ સૂચના    

NHAIના અધિકારીઓ અને ઇજારદારોને રસ્તાઓની ઉચ્ચ ગુણવત્તા સુનિશ્ચિત કરવી
ગુણવત્તા સુનિશ્ચિત કરો, અન્યથા કડક કાર્યવાહી માટે તૈયાર રહો
નાગરિકોની સુવિધા અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી
નેશનલ હાઇવેના નિર્માણ અને રિસર્ફેસિંગમાં કોઈપણ પ્રકારની નિષ્કાળજી માન્ય નહીં
નક્કી કરેલી સમયમર્યાદામાં રોડ નિર્માણના તમામ કાર્યો પૂર્ણ કરવા  
સુગમ રોડ કનેક્ટિવિટીને ટોચની પ્રાથમિકતા આપવી અને તે અંગે ગંભીરતા દાખવવી

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola