Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ

Continues below advertisement

Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ

દેશની સૌથી વિશ્વસનીય એરલાઇન ઇન્ડિગો હાલમાં અત્યાર સુધીની સૌથી મોટી કટોકટીનો સામનો કરી રહી છે. છેલ્લા પાંચ દિવસમાં 3000થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ... જ્યારે આજના દિવસમાં 650થી વધુ ફ્લાઈટ કેન્સલ થઈ છે...  દેશભરના એરપોર્ટ રેલવે સ્ટેશન જેવા દેખાઈ રહ્યા છે. પરંતુ દેશની સૌથી મજબૂત એરલાઇનની આખી સિસ્ટમ અચાનક ખોરવાઈ ગઈ... 

એરલાઇન ક્યારેક હવામાનને દોષ આપતી હતી, ક્યારેક એરપોર્ટ પર ભીડને દોષ આપતી હતી. પરંતુ વાસ્તવિક દબાણ ત્યારે શરૂ થયું જ્યારે સરકારે ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન એટલે કે FDTL ના નવા નિયમો લાગુ કર્યા આ પગલાનો ઉદ્દેશ પાયલોટ્સને થાકથી બચાવવાનો હતો, પરંતુ તે ઇન્ડિગો માટે એક ફટકો હતો, જે પહેલેથી જ કર્મચારીઓની અછતનો સામનો કરી રહી છે.

2 ડિસેમ્બરે આ સંકટની શરૂઆત થઈ. 6 ડિસેમ્બર સુધી ઇન્ડિગોની 3000થી વધુ ફ્લાઇટ્સ રદ્દ કરવી પડી. અમદાવાદ,  દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, કોલકાતા સહિત દેશભરમાં લાખો મુસાફરો પરેશાન થતા રહ્યા. તેમને કલાકો સુધી એરપોર્ટ પર રહેવું પડ્યું. 

સંકટના  બે કારણો  મુખ્ય જવાબદાર  છે. 

પહેલું કારણ ઇન્ડિગો: DGCAની ગાઇડલાઇન પ્રમાણે તૈયારી ન કરી...
DGCA તરફથી જારી કરાયેલ FDTL રેગ્યુલેશન પહેલીવાર જાન્યુઆરી 2024માં નોટિફાય કરવામાં આવ્યા હતા. ઇન્ડિગો પાસે આ ગાઇડલાઇન્સ પ્રમાણે તૈયારી કરવા માટે ઘણો સમય હતો... પરંતુ ઇન્ડિગોના બોર્ડ ચલતી હૈનું વલણ અપનાવ્યું...  પરિસ્થિતિ બગડી તો ઈન્ડિગોએ  5 દિવસમાં 3 હજારથી વધુ ઉડાનો રદ્દ કરી દીધી. 

બીજું કારણ DGCAએ નિયમોનું પાલન કરાવવાનું હતું, પરંતુ ઇન્ડિગોના મામલે આંખ આડા કાન કર્યા....
ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશનના નિયમોનું પાલન કરાવવાની જવાબદારી DGCAની હતી. કૉંગ્રેસે આના પર સવાલ કર્યો છે કે DGCA શું કરી રહ્યું હતું.  વિપક્ષે સવાલ ઉઠાવતા કહ્યું કે  DGCAને ખબર હતી કે દેશની સૌથી મોટી એરલાઇન આના માટે તૈયાર નથી. 

ઈન્ડિગોએ ડોમેસ્ટીક એટલે કે દેશની અંદર ઉડતી ફલાઈટોને મોટા પ્રમાણમાં કેન્સલ કરી, પરંતુ આંતરરાષ્ટ્રીય  ફલાઈટમાં આ જ રેશિયો 10 ટકા પણ ઓછો હોવાનો અંદાજ છે. જેનું કારણે છે કે આંતરાષ્ટ્રીય ફલાઈટમાં ડોલરમાં આવક, વધુ નફો, ઓછો ઈંધણ ખર્ચ.... આ તમામ વચ્ચે સોશ્યલ મીડિયા પર મુસાફરો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે... 

---------------
ઈન્ડિગોની ફ્લાઈટો કેન્સલ થતા લોકો એટલી હાલાકી ભોગવી રહ્યા છે કે, એક નવયુગલ જેઓ પોતાના જ રિસેપ્શનમાં ન પહોંચી શક્યા.... ભૂવનેશ્વરથી કપલ ઓનલાઈન જોડાયું... જ્યારે તેમના માતા પિતા હુબલીમાં સ્ટેજ પર બેઠા... 
-------
હવે આ દ્રશ્યો જુઓ.... આ આફ્રિકન મહિલા છે... જે તેની સારવાર માટે ભઆરત આવી હતી... ફ્લાઈટ કેન્સલ થતા તે અકળાઈ ગઈ... ડેસ્ક પર ચડી અને ટિકિટની માગ કરતી જોવા મળી.... 
--------
અન્ય એક આ વીડિયો પણ સામે આવ્યો છે કે, જ્યા એક પિતા પોતાની દીકરી માટે સેનેટરી પેડ માગી રહ્યા છે... પિતા એટલા અકળાઈ ગયા કે, ટેબલ પર હાથ પછાડી સેનેટરી પેડ માગતા રહ્યા.. પરંતુ સ્ટાફે જવાબ આપ્યો કે, અમારી પાસે નથી... 
અન્ય એરલાઈન્સે તેના ભાડામાં પણ વધારો કરી દીધો છે.. અમદાવાદ દિલ્લી, દિલ્લી અમદાવાદનું ભાડું 75 હજાર સુધી વધારી દેવામાં આવ્યું છે... જ્યારે હૈદરાબાદના 70થી 95 હજાર સુધીના ભાડા છે... મુંબઈનું ભાડુ 45-50 હજાર સુધીના અન્ય એરલાઈન્સે ભાડા વસૂલ્યા છે... 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola