Hun To Bolish : હું તો બોલીશ : 'ઠગી' ડ્રો યથાવત ?
Hun To Bolish : હું તો બોલીશ : 'ઠગી' ડ્રો યથાવત ?
બનાસકાંઠામાં લોકોને છેતરતા ડ્રો સંચાલકો સામે ફરિયાદો થઈ હોવા છતાં પણ ડ્રો સંચાલકો બેખોફ....ડ્રો કરીને લોકોને છેતરતો મહાઠગ અશોક માળી વધુ એક ડ્રો કરીને પોલીસને ફેંકી રહ્યો છે પડકાર....આવતીકાલે પાતાના ગામ થરાદના મોરથલ ગામે ડ્રો કરવાનો વિડિઓ વાઇરલ કરીને અશોક માળીએ લોકોને ટિકિટ્સ ખરીદવા માટે અપીલ કરી..... અશોક માળી સામે બે ફરિયાદો નોંધાઈ છે...તેની ધરપકડ પણ કરવામાં આવી પરંતુ તે જામીન પર છૂટી ગયો....ડ્રો ગેરકાયદે હોવા છતાં અશોક માળી ખુલ્લેઆમ ઓનલાઈન અને ઓફલાઇન ટિકિટ વેચી રહ્યો છે...
બનાસકાંઠાના સરહદિય વિસ્તારોમાં ડ્રોનું આયોજન કરી સામાજીક સેવાના નામે લોકો પાસેથી પડાવ્યા રૂપિયા....ટિકિટ્સ વેચવા એજન્ટને કામ સોંપી ટિકિટ દિઠ 100 રૂપિયા કમિશન પણ આપે....
એજન્ટ્સ અલગ અલગ વિસ્તારમાં લોકોને ટિકિટ્સ વેચે અને આવી 10 લાખ જેટલી ટિકિટ્સ વેચવા આપે....
લક્કી ડ્રોમાં કેટલી ટિકિટ્સ રહેશે તેનો કોઈ નિયમ નહીં અને જ્યાં સુધી વેચાય ત્યાં સુધી ટિકિટ્સ વેચવાની....
ડ્રોની તારીખ નજીક આવે એટલે સસ્તામાં ટિકિટ્સ વેચી નાંખવાની
મોટા ભાગે મળતિયાને જ ડ્રો લાગે અને ઈનામ મળી જાય
ગૌશાળામાં દાન કરવાના નામે ...લોકો પાસેથી રૂપિયા લઈ અશોક માળી એંડ ગેંગે ઘર ભેગા કર્યા
અનેક લોકોએ ઈનામી લાલચમાં પરસેવાની કમાણી ગુમાવી છે....