Hun To Bolish : હું તો બોલીશ : કોણ વહાલું, કોણ દવલું?
Hun To Bolish : હું તો બોલીશ : કોણ વહાલું, કોણ દવલું?
26 નવેમ્બરે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો....જેમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, સુર્યપુર ગરનાળાથી પ્રાણી સંગ્રહાલય સરથાણા જકાતનાકા સુધી આવેલ ઓવર બ્રીજ નીચે...તેમજ વલ્લભાચાર્ય રોડ પરના ડિવાઈડરની વચ્ચે ખુબ જ મોટા પ્રમાણમાં લોકો રહે છે....એટલું જ નહીં, JCB, ટ્રક, ટેમ્પા જેવા મોટા વાહનોનું પાર્કિંગ થાય છે....અને પાર્કિગની આડમાં ગેરકાયદેસર ધંધા જેવા કે અફીણ, ગાંજો, ડ્રગ્સનું ખુબ જ મોટા પ્રમાણમાં વેચાણ અને સેવન થાય છે...એટલે કુમાર કાનાણીએ પોલીસ વિભાગ અને સુરત મહાનગરપાલિકાએ સંયુક્ત રીતે સંકલન કરી કાયમી ધોરણે કેટલા દિવસમાં ઉકેલ આવશે તેનો લેખિતમાં જવાબ માગ્યો હતો...
તો બીજી તરફ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાળાએ પણ મેયર દક્ષેશ માવાણીને પત્ર લખ્યો...અને રાજમાર્ગ પર રાત્રી બજારના નામ પર દબાણોનું મોટું દૂષણ હોવાનો ઉલ્લેખ કર્યો...અને કોટ વિસ્તારના દબાણો હટાવવા માટે અંગત રસ દાખવવાની પણ રજૂઆત કરી....
==========
જુઓ અહીં બંને નેતાઓની એક જ માંગ છે...પણ હવે જુઓ શું થયું શું ન થયું....
ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ વરાછા ફ્લાય ઓવરબ્રિજ નીચેથી અસામાજિક તત્વોના અડ્ડા સહિત અન્ય પ્રકારના દબાણો દૂર કરવાની કામગીરી પોલીસ અને મનપા મારફતે સંયુક્ત રીતે હાથ ધરાઈ....એટલું જ નહીં મેયર દક્ષેશ માવાણી અને પોલીસ કમિશનર જાતે ફિલ્ડમાં ઉતરીને જાહેર રોડ પર દબાણકર્તાઓને સમજ આપવા લાગ્યા....વરાછા વિસ્તારમાં મેયરે જાતે રસ દાખવીને પોલીસ કમિશનર સાથે રસ્તા પર ઉતરી દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી....
તો બીજી તરફ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલાનો વિસ્તાર જુઓ...અને નીતિન ભજીયાવાલાને મેયરને ખુદ કહેવું પડ્યું કે, વરાછાની જેમ રાજમાર્ગ અને ચૌટાબજારના દબાણો દૂર કરવા રસ દાખવજો...એટલું જ નહીં નીતિન ભજીયાવાલાએ ત્યાં સુધી કહ્યું કે, અગાઉની લેખિત રજૂઆતની જેમ આ પત્ર દફતરે ન થાય અને કોટ વિસ્તાર તથા ચૌટાબજાર, રાજમાર્ગ પર વિકટ બની ગયેલ દબાણની સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ આવે તેવું કરજો...