Hun To Bolish | હું તો બોલીશ | પૈસાનું પાણી પાર્ટ - 1

Continues below advertisement

Hun To Bolish | હું તો બોલીશ | વરસાદ બાદ કચ્છ જિલ્લાના ભુજના માર્ગો બન્યા બિસ્માર...ઠેર ઠેર ખાડા પડી ગયા હોવાથી વાહનચાલકો પરેશાન..CCTV દ્રશ્યો છે મહેર અલી ચોકના..ટુ વ્હીલર પર જતો એક શખ્સ વરસાદી પાણીથી ભરાયેલા ખાડાના કારણે પટકાયો..આવી જ રીતે બે યુવતીની એક્ટિવા પણ પાણી ભરેલા ખાડામાં ફસાઈ ગઈ...ઘૂટણસમા પાણી વચ્ચે કેટલીક મહિલાઓ રસ્તો ક્રોસ કરી રહી હતી...પરંતુ ખાડાના કારણે એક મહિલા પડી ગઈ...

વલસાડ જિલ્લાના વાપીમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 48...જેના રોડ પર મોટા ખાડા પડ્યા છે....સળિયા દેખાતા થઈ ગયા છે....મુંબઈ-ગુજરાત વચ્ચે અવરજવર કરતા લોકો માટે જીવાદોરી સમાન છે આ હાઈવે....ડુંગરીથી લઈને ઉમરગામ સુધી અલગ અલગ વિસ્તારમાં લોકો નોકરી કરવા જતા આ માર્ગોનો ઉપયોગ કરી રહ્યા છે...અન્ય જિલ્લામાંથી આવતા લોકો અહીં ટોલ પણ ભરતા હોય છે....છતાં વાહનચાલકોના હાડકા તૂટે તેવી અહીં સ્થિતિ છે....

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram