Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?
અમરેલીની પાટીદાર દીકરી પાયલ ગોટીએ ભાજપ ધારાસભ્ય કૌશિક વેકરિયાને સંબોધીને પત્ર લખી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જેમાં તેણે ન્યાય અપાવવાની માગ કરી છે. જેલમાંથી મુક્ત થયાના 2 દિવસ બાદ પાયલ ગોટીએ પોતાના વતન વિઠ્ઠલપુર ગામમાં પોતાના નિવાસસ્થાને પ્રેસ કોન્ફ્રેન્સ યોજી હતી. જેમાં પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા. અને જ્યારે કોંગ્રેસના નેતાઓ તેમને મળવા પહોંચ્યા. ત્યારે પાયલે કહ્યું કે, પોલીસે પટ્ટાથી માર મારી ડરાવી-ધમકાવીને નિવેદન લખાવ્યા. સાંભળી લઈએ શું કહ્યું.
સુરતના મીની બજારમાં આમ આદમી પાર્ટીની જાહેરસભા યોજાઈ. જે સભામાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ પોતાને જ કરી પટ્ટાવાળી. પટ્ટાવાળી કરતા કરતા ગોપાલ ઈટાલિયા કહેતા રહ્યા કે ગુજરાતના લોકોનો આત્મા જગાડવા આવ્યો છું.. મંચ પરથી ગોપાલ ઈટાલિયાએ કહ્યુ કે પોતે અનેક ઘટનામાં કાયદાકીય, સામાજિક અને રાજકીય લડાઈ લડતા આવ્યા છે.. પરંતુ ભાજપના રાજમાં અધિકારી અને નેતાઓની ભ્રષ્ટ સાંઠગાંઠને લીધે કોઈને ન્યાય મળી શક્યો નથી. અનેક ગુનાની ઘટનામાં લડાઈ લડ્યા. પરંતુ ન્યાય ન અપાવી શક્યા તેની માફી માગતા માગતા ઈટાલિયાએ સ્ટેજ પર પોતાને જ પટ્ટાથી માર માર્યો. અમરેલીમાં પાટીદાર દીકરીને ન્યાય ન અપાવી શક્યા તે બદલ પટ્ટા મારીને સજા આપી હોવાનું ગોપાલ ઈટાલિયાએ નિવેદન આપ્યુ.