Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?

Continues below advertisement

અનામત આંદોલન પર ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલે નિવેદન આપી નવી જ વિવાદ શરૂ કરી દીધો. પાટણમાં 42 લેઉવા પાટીદાર સાજ સેવા મંડળ આયોજીત સમાજના તેજસ્વી તારલાઓના ઈનામ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલે પાટીદાર અનામત આંદોલન પર મૌન તોડતા કહ્યું કે, આંદોલન કરનારા પાટીદારો જ હતા. પણ પાટીદાર આંદોલનથી કશું જ ન મળ્યુ.. આંદોલનમાં યુવાનો શહીદ થયા. આંદોલન કરનારાઓએ રાજકીય રોટલો શેક્યો અને લેઉવા પાટીદારની દીકરીને મુખ્યમંત્રી પદ છોડવુ પડ્યુ. એટલુ જ નહીં આંદોલન અનામત માટેનું હતુ કે કોઈને કાઢવાનું તેવો પણ સવાલ કર્યો. 

કડીમાં પાટીદાર સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. જ્યાં એનાઉન્સરે હાર્દિક પટેલને ભવિષ્યમાં નાયબ મુખ્યમંત્રી બને તેવી શુભકામના આપી હતી. ત્યારબાદ નીતિન પટેલે પોતાના સંબોધનમાં ટકોર કરી કે, પહેલું સ્ટેજ મંત્રીનું આવે...પહેલા તો હાર્દિક મંત્રી બને તેવી પ્રાર્થના કરીએ..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram