Hun to Bolish | હું તો બોલીશ | ખાડાના રૂપિયા કે રૂપિયાના ખાડા?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. કે જેમણે મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યને મતવિસ્તારમાં રોડ રસ્તાના કામો માટે ધારાસભ્યદીઠ 2 કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ મંજૂર કરી છે. આ અંતર્ગત મહાનગરપાલિકા વિસ્તારોના 43 ધારાસભ્યોને કુલ 86 કરોડ રૂપિયા માર્ગ-મકાન વિભાગ મારફતે ફાળવવામાં આવશે. મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોએ પોતાના મતવિસ્તારમાં આવેલા ક્રોંકિટ, ડામરના નવા રોડ, જૂના રસ્તાઓના રિસરફેસિંગ, જે વિસ્તારમાં ડામર રોડ કે કોંક્રિટ રોડ બનાવી શકાય તેમ ન હોય તેવા રસ્તાઓ પર પેવર બ્લોકની કામગીરી કરવાની રહેશે.
જો કે ધારાસભ્યને અપાયેલી ગ્રાન્ટ મુદ્દે રાજનીતિ પણ ગરમાઈ છે. કોંગ્રેસના અમિત ચાવડાએ સરકાર પર આરોપ લગાવ્યો કે, રોડ બનાવવા માનીતા કોન્ટ્રાક્ટરને પહેલા કામ આપવામાં આવ્યું. કમલમમાં કમિશન આપીને કોન્ટ્રાક્ટર નબળા રોડ બનાવે છે. ગેરંટીવાળા રોડ કોન્ટ્રાકટર પાસે રિપેર કરવાના બદલે સરકાર જનતાના રૂપિયે રિપેર કરાવે છે. ગેરંટીવાળા રોડ તૂટે તો તેના નાણા ભ્રષ્ટ્રાચારી અધિકારી, નેતા અને કોન્ટ્રાકટર પાસેથી વસૂલવા જોઈએ.
અમદાવાદમાં ચાલુ ચોમાસામાં 19 હજાર જેટલા રોડ પર નાના મોટા ખાડા પડ્યા. અને 34 જેટલા સ્થળોએ બ્રેકડાઉન થવાનો આંકડો સામે આવ્યો છે. સપ્ટેમ્બર મહિનાની જ વાત કરીએ તો પૂર્વ ઝોનમાં સૌથી વધુ 933 સ્થળોએ રોડ પર ખાડા પડ્યા. દક્ષિણ ઝોનમાં 814...ઉત્તર પશ્ચિમ ઝોનમાં 575. ઉત્તર ઝોનમાં 416. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 299...અને પશ્ચિમ ઝોનમાં 312 સ્થળોએ. એમ ચાલુ મહિને કુલ 3 હજાર 489 ખાડા પડવાના કારણે રોડના સમારકામ હાથ ધરાયા છે. આ તમામ ખાડાઓને પૂરવા માટે ચોમાસુ પૂર્ણ થતા સુધીમાં 5 કરોડનો મહાનગરપાલિકા ખર્ચ કરશે. અત્યારસુધી અમદાવાદ મહાનગરપાલિકાએ 3.5 કરોડથી 3.75 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ ખાડા પૂરાણ પાછળ કર્યો છે. જેમાં ટ્રેક્ટર ટ્રોલી, રોજમદારો તેમજ કપચી, માટી અને ડામર પાછળ મુખ્યત્વે નાણા ચૂકવવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં કોર્પોરેશનનો માલિકીનો હોટમિક્સ પ્લાન્ટ હોવાના કારણે દર વર્ષે અમદાવાદ મનપા સરેરાશ ખાડા પૂરાણ પાછળ 3 કરોડથી સાડા 5 કરોડ સુધીનો ખર્ચ કરવો પડી રહ્યો છે.