Hun to Bolish | હું તો બોલીશ | રાહુલના આરોપમાં કેટલો દમ?

Continues below advertisement

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા અને રાહુલ ગાંધી ત્રણ દિવસની અમેરિકાની મુલાકાતે છે. તેમની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી મંગળવારે વોશિંગ્ટન ડીસી સ્થિત જ્યોર્જટાઉન યુનિવર્સિટી પહોંચ્યા હતા. જ્યાં તેમણે લોકસભાની ચૂંટણી નિષ્પક્ષ ન થઈ હોવાનો આરોપ લગાવ્યો. ચૂંટણી પહેલાં અમે આગ્રહ રાખતા હતા કે સંસ્થાઓ કબજે કરવામાં આવી છે. RSSએ શિક્ષણ વ્યવસ્થા પર કબજો જમાવ્યો છે.. મીડિયા અને તપાસ એજન્સીઓ પર તેમનું નિયંત્રણ છે. અમે આમ કહેતા રહ્યા, પરંતુ લોકો તેને સમજતા ન હતા. આ પછી મેં બંધારણને આગળ રાખવાનું શરૂ કર્યું અને મેં જે કહ્યું તે અચાનક થયું. ગરીબ ભારત, પછાત ભારત જે સમજે છે કે બંધારણ ખતમ થઈ જશે તો આખી ગેમ ખતમ થઈ જશે. લોકો સમજી ગયા કે આ બંધારણની રક્ષા કરનારાઓ અને તેને નષ્ટ કરવા માંગતા લોકો વચ્ચેની લડાઈ છે. જાતિ ગણતરીનો મુદ્દો પણ મોટો બન્યો.. 'જો નિષ્પક્ષ ચૂંટણી થઈ હોત તો મને નથી લાગતું કે ભાજપ 246ની નજીક પહોંચી શક્યું હોત.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram