Hun To Bolish : હું તો બોલીશ : પ્લેન ક્રેશનું સત્ય શું?
અમદાવાદ વિમાન ક્રેશ દુર્ઘટનાને આજે એક મહિનો પૂર્ણ થયો. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેટીગેશન બ્યૂરોએ આજે 15 પાનાનો પ્રારંભિક તપાસ રિપોર્ટ જાહેર કર્યો. રિપોર્ટમાં કહેવાયું કે, ઉડાન ભર્યાના અંદાજે 32 સેકન્ડમાં બંને એન્જિન હવામાં જ બંધ થઈ ગયા. ઇંધણ કટઓફ સ્વીચ એક સેકન્ડમાં RUN થી CUT OFF માં બદલાઈ ગઈ. જેથી એન્જિનોને ઇંધણનો પુરવઠો મળતો બંધ થઈ ગયો. કોકપિટ ઓડિયો પણ સામે આવ્યો, જેમાં એક પાઇલટે પૂછ્યું, "તમે કેમ એન્જિન બંધ કર્યા. બીજા પાયલોટે જવાબ આપ્યો, "મેં એન્જિન બંધ નથી કર્યા.." બંને પાઇલોટોએ એન્જિનને ફરીથી ચાલુ કરવાનો પ્રયાસ પણ કર્યો. એક એન્જિન અમુક હદ સુધી ચાલુ થઈ ગયું, પરંતુ બીજુ એન્જિન શરૂ ન થઈ શક્યું. આ તરફ, વિમાન દુર્ઘટનાના પ્રાથમિક રિપોર્ટ પર પાયલોટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ સવાલો ઉઠાવ્યા. પાયલોટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાનું કહેવું છે કે, પ્રાથમિક રિપોર્ટ પાયલોટની ભૂલ હોવાનો સંકેત આપે છે....જેથી નિષ્પક્ષ અને તથ્ય આધારિત તપાસ કરવા આવે.