Hun To Bolish : હું તો બોલીશ : પુત્ર મોહની પરાકાષ્ઠા

ખેડામાં પુત્ર મોહમાં એક પિતા પોતાની જ પુત્રી માટે બન્યો યમરાજ. કઠલાલના માલવણ ગામના વિજય સોલંકી પર આરોપ છે તેની જ સગી પુત્રીને કેનાલમાં ફેંકી હત્યા કરવાનો. આરોપી વિજય સોલંકીને સંતાનમાં બે દિકરીઓ હતી. બે- બે દિકરી હોવાથી આરોપી પત્નીને શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો. 10 જુલાઈના વિજય રાત્રીના દર્શન કરવાના બહાને પત્ની અને સાત વર્ષીય મોટી દિકરી ભૂમિકાને લઈ કેનાલ પર પહોંચ્યા. જ્યાં પત્નીની નજર સમક્ષ જ વ્હાલસોયી દિકરીને કેનાલમાં ફેંકી દીધી. આટલું જ નહીં જો કોઈને કહીશ તો છૂટાછેડા આપવાની પત્નીને ધમકી આપી હતી. જોકે પત્નીએ ડર રાખ્યા વગર પતિ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી.  પોલીસે પત્નીની ફરિયાદ પરથી આરોપી પતિ વિજય સોલંકીની ધરપકડ કરી. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola