Hun to Bolish | હું તો બોલીશ | આશ્રમમાં સવાલ સંપત્તિનો કે ચારિત્ર્યનો?

Continues below advertisement

છેલ્લા પાંચ દિવસથી ભારતી આશ્રમ વિવાદમાં આવ્યો છે. વિશ્વંભર ભારતી બાપુ. એક એવું વ્યકિત્વ જેને સમાજને દિશા આપી. જેને આશ્રમ અને આશ્રમની બહાર ધર્મ અને આધ્યાત્મિકતાના સંસ્કાર આપ્યા એ જ વિશ્વંભર ભારતી બાપુ બ્રહ્મલીન થયા અને વર્ષો બાદ તેમનું જ અમદાવાદના સરખેજનો ભારતી આશ્રમ વિવાદમાં આવ્યો છે. બ્રહ્મલીન વિશ્વંભર ભારતી બાપુના શિષ્ય મહામંડલેશ્વર હરિહરાનંદજી અને હરિહરાનંદજીના શિષ્ય ઋષિ ભારતી વચ્ચે જબરદસ્ત વિવાદ થયો છે.. આશ્રમ બહાર પોલીસ છે અને ઋષિ ભારતીને આશ્રમથી બહાર કઢાયા છે. પરંતું આશ્રમની અંદરના રૂમ અને કબાટના આ દ્રશ્યો મીડિયા સમક્ષ રજૂ કરાયા છે. હરિહરાનંદજીના સમર્થકોએ આ રૂમને ઋષિ ભારતી બાપુનો રૂમ ગણાવાયો અને આરોપ લગાવ્યો કે ઋષિ ભારતી સંસારી જેવુ જીવન જીવતા હતા સાથે જ એક દિકરીની તસવીર પણ રજૂ કરાઈ અને કહેવાયું કે આ દિકરી વિશ્વેશ્વરી ભારતી માતાની છે.... 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram