Hun to Bolish | હું તો બોલીશ | અંધશ્રદ્ધાનો ડંખ અને મુન્નાભાઈનું ઈન્જેકશન
Continues below advertisement
ભરૂચના આમોદમાં અંધશ્રદ્ધાએ બાળકનો જીવ લીધો. ઘટના ભીમપુરા ગામની છે. અહીં ગામમાં એક બાળકને સાપ કરડ્યો. ત્યારે બાળકને હોસ્પિટલ લઈ જવાના બદલે પિતા કાંતિ રાઠોડ તેને કાકા સંજય રાઠોડ પાસે લઈ ગયા. મૃતક બાળકના કાકા ભૂવા તરીકે કામ કરે છે. ઝેર ઉતારવા માટે પિતા અને કાકાએ મળી તાંત્રિક વિધી કરી. જોકે આ દરમિયાન સારવાર ન મળતા બાળકનું મોત થયું. તાંત્રિક વિધીનો વીડિયો વાયરલ થતા હડકંપ મચી ગયો બાદમાં પોલીસ એકશનમાં આવી. પોલીસે મૃત બાળકના પિતા અને કાકા સામે ગુનો નોંધ્યો. આટલું જ નહીં મામલતદારની હાજરીમાં કબરમાંથી બાળકનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે પણ મોકલ્યો. આ ઘટના બે દિવસ પહેલાની હોવાનું સામે આવ્યું છે..
Continues below advertisement
Tags :
'Hun To Bolish'