Hun To Bolish: હું તો બોલીશ : વાવમાં વાવાઝોડું

Continues below advertisement

બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક. જેની પેટાચૂંટણીનો જામ્યો છે જંગ...પૂર્વ સાંસદ પરબત પટેલે ચોંકાવનારું નિવેદન આપ્યું. પરબત પટેલના મતે, માવજી પટેલની અપક્ષ ઉમેદવારીથી ચૂંટણીના સમીકરણો બદલાયા છે. માવજીભાઈ ચૂંટણીમાં ઉભા ન રહ્યા હોત તો ભાજપની જીત નક્કી હતી. એટલું જ નહીં... માવજીભાઈની અપક્ષ ઉમેદવારીથી ચૌધરી સમાજના મતોનું વિભાજન થશે અને ચૌધરી સમાજના મત ભાજપને ઓછા મળશે. 

આ તરફ માવજી પટેલે પરબત પટેલના નિવેદનને તેમની ગણતરી મુજબનું ગણાવ્યું. તો કૉંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતનું કહેવું છે કે, ભાજપના મૂળ વોટ અપક્ષને મળશે. જેનું સીધું જ નુકસાન ભાજપને થશે.

વાવા વિધાનસભાની ચૂંટણીમાં બટેંગે તો કટેંગે સૂત્રની પણ એન્ટ્રી થઈ...અપક્ષ ઉમેદવાર માવજી ચૌધરી સામે ભાજપે આ સૂત્ર અપનાવ્યું. ચૌધરી સમાજને સમજાવવા ટોભા ગામના સરપંચ ઈશ્વરભાઈએ સમાજને કહ્યું કે, બટેંગે તો કટેંગે. ઈશ્વરભાઈએ માવજીભાઈને ગણાવ્યા વડીલ. જો કે, સમાજને આપી સલાહ કે, પક્ષની સાથે રહેજો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram