Hun To Bolish: હું તો બોલીશ : સ્વાધ્યાયપોથી કે ભ્રષ્ટાચારની પસ્તી?

Continues below advertisement

પાટણ જિલ્લામાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારીનો પર્દાફાશ. અઘાર ગામમાં સરસ્વતી તાલુકા BRC ભવનમાંથી વિદ્યાર્થીઓને આપવાની સ્વાધ્યાયપોથીનું પસ્તીનું બારોબાર વેચાણ થઈ રહ્યું હતું. ધોરણ 1થી 12ના 500થી વધુ સીલ બંધ પુસ્તકો જેની કિંમત અંદાજે 30થી 35 હજાર રૂપિયા થાય છે તેને પટ્ટાવાળાએ 4 હજાર રૂપિયામાં પસ્તીમાં વેચી દીધા. ભંગારવાળો છકડો ભરીને આ પુસ્તકો લઈને જઈ રહ્યો હતો ત્યારે એક જાગૃત નાગરિકે રોકી પૂછપરછ કરતા આખો ભાંડો ફૂટ્યો. પસ્તીવાળાએ કહ્યું આ પુસ્તકો અઘાર પ્રાથમિક શાળામાંથી પટ્ટાવાળા પાસેથી ખરીદ્યા હતા. જો કે, સમગ્ર મુદ્દે DPEO અને BRC પટ્ટાવાળાના બચાવમાં આવ્યા. સ્વાધ્યાયપોથીઓનું શિફ્ટીંગ થઈ રહ્યું હોવાનો DPEOનો દાવો છે.. હાલ તો મંજૂરી વગર સ્વાધ્યાયપોથીનું શિફ્ટીંગ કરતા પટ્ટાવાળાને છુટો કરાયાનો પણ દાવો કરાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram