ABP News

Hun To Bolish | હું તો બોલીશ | કેમ શરૂ થઈ વાવાઝોડાની વાત?

Continues below advertisement

આજે 8 જિલ્લામાં કચ્છ, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટમાં વરસાદનું રેડ એલર્ટ હતું. તો ગીર સોમનાથમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. અને સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલીમાં વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવ્યું હતું. 

આવતીકાલે 4 જિલ્લામાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબીમાં ઓરેન્જ એલર્ટ એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે 3 જિલ્લા રાજકોટ, પોરબંદર, જુનાગઢમાં યેલો એલર્ટ ભારે વરસાદની આગાહી છે.

કચ્છ જિલ્લો. જ્યાં આજે આકાશી આફત વરસી.માંડવી અને મુન્દ્રા તાલુકામાં તો મેઘરાજાએ મચાવ્યો તાંડવ. જિલ્લાના મુખ્ય મથક ભુજ સહિત અંજાર. ગાંધીધામ... ભચાઉ. લખપત સહિતના તાલુકામાં વરસ્યો મૂશળધાર વરસાદ. સાંજના 6 વાગ્યા સુધીમાં માંડવી 12 ઈંચ વરસાદ વરસતા જળબંબાકાર થયું. તો મુન્દ્રામાં ખાબક્યો 8 ઈંચ વરસાદ. ભુજ શહેર પણ વરસાદથી પાણી-પાણી થયું. ભૂજના ઉમેદનગર. સંજોગનગર સહિતના નીચાણવાળા વિસ્તારમાં કેડસમા પાણી ભરાયા. ભૂજના બસ પોર્ટ વિસ્તારના માર્ગો વરસાદી પાણીમાં ગરકાવ થયા. બસ સ્ટેશન પાસે આવેલી દુકાનોમાં પાણી ઘૂસ્યા. ભુજ શહેરનું હમીરસર તળાવ છલકાતા મોટી સંખ્યામાં ભુજવાસીઓ અહીં પહોંચ્યા. હમીરસર તળાવ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. હમીરસર તળાવના પાણી આશાપુરા નગર. સંજોગનગર. સહિતના વિસ્તારમાં ઘૂસી ગયા. કેડસમા પાણી ભરાતા લોકો ઘરમાં ફસાયા હતા. ફાયર બ્રિગેડની ટીમે 15 લોકોને રેસ્ક્યૂ કર્યા. માંડવી તાલુકામાં તો જાણે આભ ફાટ્યું.. 12 ઈંચ વરસાદમાં માંડવી શહેરના માર્ગો નદીમાં ફેરવાયા. માંડવીની મુખ્ય બજાર... સોસાયટીઓ જળમગ્ન થઈ.. માંડવી શહેરની સાથે તાલુકાના ગામો જળમગ્ન થયા... મોટા કાંડાગરાની લેબર કોલોનીમાં ફસાયેલા મજૂરોને રેસ્ક્યૂ કરાયા....ભારે વરસાદને લઈ મુન્દ્રાની ભૂખી નદી 8 વર્ષ બાદ બે કાંઠે વહેતી થઈ...ખારેક માટે વખણાતું ધ્રબ ગામ સંપર્કવિહોણું બન્યું... પ્રશાસને JCBથી રસ્તો ખોલવાની કામગીરી શરૂ કરી...ભારે વરસાદથી અંજારમાં પણ પાણી ભરાયા... અંજારના ગોકુલનગરમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા ઘરવખરીને નુકસાન થયું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram