Hun To Bolish । સ્કૂલવાન પર બ્રેક વાંક કોનો ? । abp Asmita

Continues below advertisement

Hun To Bolish । સ્કૂલવાન પર બ્રેક વાંક કોનો ? । abp Asmita

 

આજે સ્કૂલ વાન અને રીક્ષાની હડતાલના કારણે રાજ્યભરમાં વાલીઓ પરેશાન થયા, સ્કૂલ રીક્ષા અને વાન એસોસિએશનનો દાવો છે કે વાહન વ્યવહાર વિભાગે છેલ્લા દોઢ વર્ષથી વાહનોની પાસીંગ કરવાની કામગીરી નથી કરી અને હવે જ્યારે રાજકોટની દુર્ઘટના બની ત્યારે તાબડતોડ પાસિંગની પ્રક્રિયા શરૂ કરી છે, જેમાં લાંબો સમય વીતી શકે છે, એક તરફ RTO તરફથી પાસિંગની પ્રક્રિયા નથી કરવામાં આવી...અને બીજી તરફ પોલીસ અને આરટીઓ વિભાગ ગેરકાયદેસર એટલે કે પરવાનગી ન મળેલ હોય તેવી રીક્ષા અને વાન પર કાર્યવાહી કરી રહી છે, જેથી જ્યાં સુધી વાહનોના પાસિંગની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી વાન કે રીક્ષા ન ચલાવવાનો નિર્ણય એસોસિયેશને લીધો છે, સૌથી મોટી વાત એ છે કે અમદાવાદમાં અત્યાર સુધી જે વાહનોના પાર્સિંગ થયા છે તેના દસ્તાવેજો પણ ચાલકોને નથી આપવામાં આવ્યા, સ્કૂલવર્ધી એસોસિએશનનું કહેવું છે કે, ભાડા માટે મીટરના નિયમમાં 3 મહિનાની રાહત આપવામાં આવે, નિયમો એવા છે કે અમારા બધા વાહનો જપ્ત થઈ જશે, બીજી તરફ RTO વિભાગનું કહેવું છે કે, ઉપરથી આદેશ નહીં આવે ત્યાં સુધી સરપ્રાઈઝ ચેકિંગની કાર્યવાહી ચાલુ જ રખાશે, સ્કૂલવર્ધી વાહને પરમિટ લીધી અથવા અરજી કરી હશે તેને જ છૂટ અપાશે, બાકીમાં કાર્યવાહી થશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram