10 હજાર કરોડ રૂપિયામાં જાપાની એરક્રાફ્ટ ખરીદશે ભારત, જુઓ વીડિયો
Continues below advertisement
નવી દિલ્લીઃ ભારત જાપાન પાસેથી 10 હજાર કરોડ઼ રૂપિયામાં 12 એરક્રાફ્ટ US-2i ખરીદવાના પેન્ડિંગ પડેલા પ્રોજેક્ટ પર ફરીથી કામ કરવાનું શરૂ કરી દીધું છે. નોંધનીય છે કે વડાપ્રધાન મોદી 11-12 નવેમ્બરના રોજ જાપાનના પ્રવાસે જશે.
ટર્બો પ્રોપ્સ નામની ટેકનિકથી લેસ આ એરક્રાફ્ટ જમીનની સાથે સાથે પાણીમાંથી પણ ઉડાણ ભરી શકે છે. મોદીના જાપાન પ્રવાસ દરમિયાન આ કરાર પર હસ્તાક્ષર થઇ શકે છે. તાજેતરમાં જ સંરક્ષણમંત્રી મનોહર પાર્રિકરની અધ્યક્ષતામાં ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની મીટિંગ મળી હતી. જેમાં આ પ્રોજેક્ટને લઇને ચર્ચા થઇ હતી. આ એરક્રાફ્ટમાંથી 6 કોસ્ટ ગાર્ડ અને 6 નેવીને આપવામાં આવશે. આ એરક્રાફ્ટનો ઉપયોગ સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન માટે કરવામાં આવશે. ઇમરજન્સી સમયમાં 30 સૈનિકો પણ તેની મદદથી મોકલી શકાય છે.
Continues below advertisement