વિરાટ અનુષ્કાના બદલે કોની સાથે આવ્યો મતદાન કરવા માટે? જુઓ વીડિયો
ગુરુગ્રામઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ હરિયાણાના ગુરુગ્રામમાં મતદાન કર્યું હતું. વિરાટ કોહલી સાથે તેની પત્ની અનુષ્કા શર્મા નહી પરંતુ તેનો ભાઇ વિકાસ કોહલી જોવા મળ્યો હતો. મતદાન બાદ વિરાટ કોહલીએ ફેન્સને ઓટોગ્રાફ આપ્યા હતા અને તેમની સાથે સેલ્ફી ક્લિક કરાવી હતી.
વિરાટ કોહલીની જેમ વિકાસ કોહલીને પણ ક્રિકેટ રમવાનો શોખ હતો. વિકાસના મતે તે સારા ક્રિકેટર નહોતો જેને કારણે તેણે ક્રિકેટ રમવાનું છોડી દીધુ અને બિઝનેસમાં હાથ અજમાવ્યો હતો. વિકાસ દિલ્હીમાં રેસ્ટોરન્સ ચલાવે છે. વિરાટ કોહલી દ્ધારા ખોલવામાં આવેલા રેસ્ટોરન્ટની જવાબદારી વિકાસ કોહલી સંભાળે છે.