મુંબઇઃ મહિલા ક્રિકેટ ટીમનું એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત, જુઓ વીડિયો
મુંબઇઃ મહિલા વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરનારી ભારતીય મહિલા ટીમનું મુંબઇ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ફેન્સે ખેલાડીઓનું શાનદાર સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર ફેન્સે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓના સ્વાગતમાં ઇન્ડિયા-ઇન્ડિયાના નારા લગાવ્યા હતા. ખેલાડીઓના માથા પર તિલક લગાવવામાં આવ્યું હતું અને તેમને હાર પહેરાવાયા હતા. ઉલ્લેખનીય છે કે ઝૂલન ગોસ્વામી, સુષ્મા વર્મા, સ્મૃતિ મંધાના, શિખા પાંડે, પૂનમ રાઉત અને દિપ્તી શર્મા પહોંચ્યા હતા.