ઇરાનઃ ફાયરના જવાનો આગ ઓલવતા હતા ને ધરાશાયી થઈ બિલ્ડિંગ, જુઓ મોતનો ખેલ LIVE, 30ના મોત

ઈરાનઃ તેહરાનની સૌથી જૂની હાઈરાઈઝ બિલ્ડિંગના નવમાં માળે આજે સ્થાનિક સમય પ્રમાણે સવારે આઠ વાગ્યે આગ લાગી હતી. ફાયર બ્રિગેડના જવાનો આગ ઓલવી રહ્યા હતા, ત્યારે જ બિલ્ડિંગ ધરાશાયી થતા 30 ફાયરફાઈટર્સના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. સ્ટેટ ટેલિવિઝનના અહેવાલ મુજબ, તેહરાનના ડાઉનટાઉનમાં આવેલી 15 માળની પ્લાસ્કો બિલ્ડિંગમાં આગ લાગતા 200 ફાયરફાઈટર્સ આગ પર કાબૂ મેળવવા માટે બોલાવાયા હતા. આ સમગ્ર ઘટનાને ટીવી પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યું હતું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola