જયપુરઃ પિતા પર્વતારોહણનો ડેમો આપતા હતા ને પુત્રી છઠ્ઠા માળેથી પડતાં મોત, જુઓ હચમચાવી દે તેવો વીડિયો

Continues below advertisement
જયપુરઃ રાજસ્થાનના જયપુરમાં એક યુવતીનું છઠ્ઠા માળેથી પટકાતાં મોત થયું છે. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જે જોઇને તમે હચમચી જશો. શહેરની આઈસીજી ગર્લ્સ કોલેજમાં સોમવારે માઉન્ટેનરિંગ અને રોપ ક્લાઈમ્બિંગનો ડેમો ચાલતો હતો. જેમાં સુનિલ સાંધી અને તેમની પુત્રી અદિતિ સાંધી ઈવેન્ટના ચીફ ઈન્સ્ટ્રક્ટર હતા. અદિતી પણ પિતા સાથે વિદ્યાર્થિનીઓને ઇન્સ્ટ્રક્શન આપતી હતી. પહેલી છોકરીને તમામ સેફ્ટી ઉપકરણો પહેરાવીને અદિતિએ નીચે આવવા માટે ઈન્સ્ટ્રક્શન આપ્યા. માત્ર 30 ફૂટ આવી હશે ત્યાં અદિતિએ સંતુલન ગુમાવતા નીચે પડી હતી. તેણે દોરડું પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે પકડી ન શકતાં નીચે પટકાઇ હતી અને તેનું મોત થયં હતું. ટ્રેનિંગ એક્ટિવિટી દરમિયાન કોલેજ તંત્ર અને ટ્રેનરોએ નીચે નેટ બાંધવી જોઈતી હતી, જેથી દોરડાથી હાથ સરકી જાય તો પણ દુર્ઘટના બને.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram