જામનગરમાં જમીન મામલે કોર્પોરેટરના પુત્રએ મહિલાઓ પર કર્યો હુમલો
જામનગરમાં જમીન મામલે બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. ગોકુલનગરમાં આવેલ બંસી સ્કૂલ પાસે બોપરના સમયે 10 જેટલા યુવકો હાથમાં ધોકા, પાઇપ અને પથ્થર લઈ હુમલો કરતા 6 મહિલા અને ત્રણ પુરુષ ઘવાયાં હતા. સમગ્ર હુમલામાં સ્થાનિક કોર્પોરેટર મરીયમબહેનનો પુત્ર અન્ના સાગરનું નામ સામે આવ્યું છે.
કોર્પોરેટર પુત્ર પોતાના મિત્રો સાથે ગોકુલનગરમાં આવેલી બંસી સ્કૂલમાં આવી ચડ્યો હતો અને પુરુષોની સાથે મહિલાઓ પર પણ હુમલો કરતા તાત્કાલિક પોલીસને સ્થાનિકોએ બોલાવી હતી. બાદમાં પોલીસ આવતા કોર્પોરેટરના પુત્ર પોતાના સાથીઓને લઈને નાસી ગયો હતો. અને ઘાયલોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર જમીન મામલે અગાઉ પણ બંને જૂથ વચ્ચે રકઝક થઈ હતી.