જાણો કોણે કહ્યા'તા મોદીને 'મોતના સોદાગર', ખુદ મોદી પણ તેના પર હસ્યા હતા, જુઓ વીડિયો

Continues below advertisement
નરેન્દ્ર મોદીને કોઈ મોતના સોદાર કહે અને તે તેના પર મોદીને હસવું આવે એ વાત કોઈને પણ માનવામાં ન આવે. આખરે મોદીએ 2007ની ચૂંટણીમાં મોતના સોદાગરવાળી વાતને લઈને જ કોંગ્રેસ વિરૂદ્ધ આખી બાજી પલટી નાંખી હતી અને સોનિયા ગાંધીની આ ટિપ્પણીને ગુજરાતના સ્વાભિમાન અને આતંકવાદીઓ પ્રતિ કોંગ્રેસની સહનાનુભૂતિની સાથે જોડતા જોરદાર પ્રકાર કર્યા અને ચૂંટણી જીતી ગયા.

પરંતુ આવું થઈ ગયું છે, તે પણ 2007ના ડિસેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ તરત જ જાન્યુઆરી 2008માં. આવું એક કાર્યક્રમમાં થયું જે ચેન્નઈમાં આયોજિત હતો અને ત્યાં મોદીને મોતના સોદારગર કહેવા પર મોદી નારાજ નહીં પરંતુ હસી રહ્યા હતા. તેમને મોતના સોદાર કહેનાર જાણીતા પત્રકાર ચો રામાસ્વામી હતા. અહીં મોદી એ કાર્યક્રમમાં સામેલ થવા માટે આવ્યા હતા જો ચોને સામયિક તુગલકના વાર્ષિક વાચક સમ્મેલન તરીકે આયોજિત થયો હતો. આખરે એવું શું હતું કે મોદી નારાજ થવાને બદલે હસી રહ્યા હતા, તે પણ ખુદને વારંવાર મોતના સોદાગર કહેવા છતાં.

ખાસ વાત એ છે કે આ ઘટનાને અંદાજે 9 વર્ષ બાદ ચો રામાસ્વામીનું મૃત્યું થવા પર ખુદ પીએમ મોદીએ ચોને શ્રદ્ધાંજલિ આપતા મોતના સોદાગરવાળો વીડિયો ખુદ રીલિઝ કર્યો છે. તમે પણ સાંભળો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram