સુરતમાં કિર્તીદાન ગઢવીના ડાયરામાં પાટીદારોએ કેમ ઉછાળ્યા ગાદલા? કેવો મચાવ્યો હોબાળો? જુઓ વીડિયો
સુરત: શહેરના યોગીચોક ખાતે મહાશિવરાત્રી નિમિત્તે આયોજીત ડાયરામાં પાટીદારો દ્વારા મોડી રાત્રે જય સરદારના નારા લગાવી ગાદલા ઉછાળી હોબાળો મચાવ્યો હતો. તોફાને ચઢેલા ટોળાનો આક્ષેપ હતો કે કિર્તીદાન ગઢવી પાટીદારોના ગીત નથી ગાતા. તેમની પાસે ફર્માઇશ કરવા છતાં તેમણે પાટીદારોના ગીત નહીં ગાતા આ હોબાળો મચાવ્યો હતો. વાત આટલેથી ન અટકતા ટોળાએ ગાદલા અને બૂટ-ચપ્પલ પણ ઉછાળવાનુ શરૂ કરતા કાર્યક્રમમાં નાસભાગ મચી ગઈ હતી. જેને કારણે ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી સ્ટેજ છોડી રવાના થઈ ગયા હતા.
Tags :
Surat Patidar