VIDEO: પાર્ટીમાં રોમેન્ટિક થઇ માન્યતા દત્ત, સંજય દત્ત સામે જોઇ ગાયું ‘ક્યા યહી પ્યાર હૈ’
મુંબઇઃ બોલિવૂડ એક્ટર સંજય દત્તની પત્ની માન્યતા દત્ત પોતાની સુંદરતા અને હોટનેસને લઇને લાઇમલાઇટમાં રહેતી હોય છે. માન્યતા ફરીવાર પોતાના એક વીડિયોને લઇને ચર્ચામાં છે. માન્યતા આ વીડિયોમાં સંજય દત્ત અને તેના મિત્રો સાથે પાર્ટી કરતી જોવા મળી રહી છે. પાર્ટીમાં માન્યતા અચાનક માઇક પકડી લે છે અને સંજય દત્ત માટે રોમેન્ટિંક અંદાજમાં ગીત ગાવાનું શરૂ કરી દે છે.
માન્યતાએ સંજય દત્ત માટે ‘ક્યા યહી પ્યાર હૈ’ ગીત ગાવા લાગે છે. માન્યતા દત્તનો આ વીડિયો ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.