મરાઠા આંદોલન ફરી બન્યું હિંસક, પૂણેમાં 10 બસોમાં તોડફોડ કરી નાસિક હાઇવે કર્યો ચક્કાજામ
મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલન સોમવારે ફરી હિંસક બન્યું હતું. આંદોલનકારીઓએ પૂણે-નાસિક હાઈવે પર ચાકન નજીક મહારાષ્ટ્ર અને કર્ણાટક પરિવહનની 10 ગાડીઓમાં તોડફોડ કરી અને આગ ચાંપી દીધી હતી. તે દરમિયાન ભીડને નિયંત્રિત કરવા માટે ટીયર ગેસના ગોળા છોડ્યા હતા.