નવી દિલ્હીઃ સૂમસામ ગલીમાં લૂંટારાએ મહિલા પર પાછળથી કર્યો હુમલો, ચેઇન લઇને થયો ફરાર, જુઓ CCTV
નવી દિલ્હીઃ દિલ્હીમાં લૂંટારાઓને કાયદાનો ડર રહ્યો નથી. દિલ્હીમાં માનસરોવર પાર્ક વિસ્તારમાં એક મહિલાની ચેઇન ઝૂંટવામાં આવી હોવાની ઘટના કેમેરામાં કેદ થઇ હતી. વાસ્તવમાં માનસરોવરની રહેવાસી હેમલતા 29 જૂલાઇની રાત્રે લગભગ સાડા આઠ વાગ્યે ડોક્ટર પાસે પોતાનો મેડિકલ રિપોર્ટ લેવા જઇ રહી હતી તે દરમિયાન એક લૂંટારાએ તેનો પીછો કર્યો હતો અને તેને ગળાથી પકડી લીધી હતી.
બાદમાં લૂંટારો મહિલાની ચેઇન અને મોબાઇલ ઝૂંટવીને બાઇક પર ફરાર થઇ ગયો હતો. અચાનક થયેલા હુમલામાં મહિલાને ઇજા પહોંચી હતી.