સુરતઃ BRTS રૂટ પર કાર ચલાવતા PIને યુવકે કઈ રીતે તતડાવી નાંખ્યો ? જુઓ વીડિયો

Continues below advertisement

સુરતઃસુરતના જહાંગીરપુરા BRTS ચાર રસ્તા પરથી પસાર થઇ રહેલા પીઆઇ નકુમ સાથે અજાણ્યા એક અજાણ્યા વાહનચાલકે ખરાબ વ્યવહાર કર્યો હતો. પીઆઇ સાથે ખરાબ વ્યવહાર કરનારા વ્યક્તિએ જ આ ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો. વીડિયોમાં જોઇ શકાય છે કે પીઆઇએ વારંવાર રજૂઆત  કરી છતાં તે વ્યક્તિ માન્યો નહોતો અને ખરાબ વર્તન ચાલુ રાખ્યું હતું.

 ટ્રાફિક શાખાના પીઆઇ એમ.આર નકુમે વારંવાર રજૂઆતો કરી છતાં અજાણ્યા વાહનચાલકે પોલીસ ઇન્સ્પેક્ટર સાથે ગાળાગાળી કરી હતી. આ ઘટનાનો વીડિયો વોટ્સએપ પર  વાયરલ થયો હતો. 

પીઆઇ એમ.આર. નકુમ પોતાની કાર લઈ જહાંગીરપુરા ચાર રસ્તા ક્રોસ કરી રહ્યા હતા તે વખતે બીઆરટીએસની નજીક ફૂલ સ્પીડમાં આવેલો આ અજાણ્યા વાહનચાલક પીઆઇ.ની કારની આગળ ઊભો રહી ગયો હતો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો. હવે જોવાનું એ રહેશે છે કે પોલીસ કમિશનર આ અજાણ્યા વાહન ચાલક પર કોઇ કાર્યવાહી કરશે કે નહીં.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram