આગરાઃ ડાન્સ કરતાં કરતાં સ્ટેજ પર પહોંચ્યો અને આવી ગયું મોત, જુઓ વીડિયો
Continues below advertisement
આગરામાં એક વ્યક્તિનું પાર્ટી દરમિયાન ડાન્સ કરતાં કરતાં જ મોત થયું છે. આ ઘટના શનિવાર રાતની છે. ટ્રાવેલ ક્લીનિક કંપનીમાં પોતાના અધિકારીઓ માટે સિતારા હોટલમાં પુરસ્કાર વિતરણ સમારંભનું આયોજન કરાયું હતું. જેમાં અન્ય રાજ્યના વરિષ્ઠ અધિકારી અને કર્મચારીઓ પણ આવ્યા હતા. મુંબઈના વિષ્ણુ ચંદ દુગ્ધનાથ પણ આ કાર્યક્રમમાં આવ્યા હતા. તેઓ મુંબઈ ઓફિસમાં એડમિન એક્ઝીક્યુટિવ હતા. તેમનું નામ સ્ટેજ પરથી એનાઉન્સ થતાં તેઓ ડાન્સ કરતાં કરતાં સ્ટેજ પર પહોંચ્યા હતા. જોકે, ત્યાં ડાન્સ કરતી વખતે ઢળી પડ્યા હતા અને ત્યાં જ તેમનું મોત થયું હતું.
Continues below advertisement