ક્રિકેટના સટ્ટામાં પાંચ કરોડ રૂપિયા હારી જતાં લેણદારોથી બચવા રાજકોટના યુવાને માંગી પોલીસની મદદ
રાજકોટઃ ક્રિકેટ અને કોમોડીટી બજારમાં સટ્ટો રમી રૂપિયા હારી ગયેલા રાજકોટના યુવાન દિપક ધનાણીનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં દિપક લેણદારો રૂપિયા ઉઘરાવવા માટે તેને અને તેના પરિવારને કઇ રીતે ધમકી આપે છે તેની વિગતો જણાવે છે. દિપક કહે છે કે લેણદારો ઘરે પહોંચીને તેના પરિવારને હેરાન કરે છે.
દિપકે રાજકોટ પોલીસ કમિશ્નર પાસે લેણદારોમાંથી છોડાવા માંગ કરી હતી. તેણે કહ્યું કે, મેં અમદાવાદના મિત ગુજરાત નામના શખ્સને 5 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે પરંતુ 1 કરોડ ચુકવવાના બાકી હોવાથી તેઓ પઠાણી ઉઘરાણી કરી રહ્યા હોવાનું દિપકે જણાવ્યું હતું.