ભારત-ઈંગ્લેન્ડની ચાલુ મેચમાં યુવકે ગર્લફ્રેન્ડને કર્યું પ્રપોઝ, ગર્લફ્રેન્ડે શું આપ્યો જવાબ ? જુઓ વીડિયો
Continues below advertisement
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા અને ઇગ્લેન્ડ વચ્ચેની બીજી વન-ડે મેચ રમાઇ રહી હતી ત્યારે મેદાનમાં બનેલી એક ઘટનાએ ખેલાડીઓ સહિત કૉમેન્ટેટર પણ ચોંકી ઉઠ્યા હતા. વાસ્તવમાં મેચ ચાલી રહી હતી તે દરમિયાન એક વ્યક્તિએ પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું. હજારો દર્શકોની હાજરીમાં એક યુવકે મહિલાને લગ્ન માટે પ્રપોઝ કરતા ટીવી કેમેરામેનનું ધ્યાન તેના પર ગયું હતું. વીડિયોમાં જોઇ શકાય છે કે યુવકે રિંગ કાઢી મહિલા તરફ આગળ વધ્યો અને તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.
આ નજારો જોઇને મહિલા ખૂબ ખુશ થઇ હતી અને ત્યાં હાજર દર્શકોએ યુવકનો ઉત્સાહ વધાર્યો હતો. યુવતીએ લગ્ન માટે હા પાડી યુવકને ગળે લગાવી દીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
Continues below advertisement