માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે રાજ્યકક્ષાના મંત્રી તરીકે લીધા શપથ, જુઓ વીડિયો
મુખ્યમંત્રી વિજય રૂપાણીના મંત્રીમંડળમાં વધુ ત્રણ મંત્રીઓનો સમાવેશ થયો છે. કેબિનેટ મંત્રી તરીકે જવાહર ચાવડા અને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજા અને યોગેશ પટેલે શપથ લીધા છે. હજુ સુધી તેમને ખાતાની ફાળવણી કરવામાં આવી નથી.