યોગીના UPમાં ફરીથી ગુંડારાજ, ભાજપના MLAએ પોલીસના કપડાં ફાડી નાખ્યા, કરી ધોલાઈ, જુઓ વીડિયો
લખનઉ : યૂપીના સીએમ યોગી આદિત્યનાથ કાયદા વ્યવસ્થાની સ્થિતિ સુધારવાની સોંગદ ખાઈ રહ્યા છે, અને કાયદો ન માનનાર નેતાને યૂપી છોડીને જતું રહેવાની ચેતવણી આપી દીધી છે. તો બીજી બાજુ પોતાની પાર્ટીના નેતાઓ પર આ આદેશની કોઈ અસર દેખાઈ રહી નથી.
મેરઠમાં પોલીસને બીજેપી નેતા સંજય ત્યાગી અને તેના પુત્રની દબંગાઈનો સામનો કરવો પડ્યો હતો. શનિવારે મોડી સાંજે અંકિત ત્યાગી પોતાની કાર લઈને દિલ્લી જઈ રહ્યો હતો. પરતાપુર વિસ્તારમાં પોલીસે ચેકિંગ દરમિયાન તેની કાર રોકીને કાચ ઉપર લગાવેલી બ્લેક ફિલ્મ હટાવવા કહ્યું હતું, પરંતુ નેતાજીના સુપુત્રએ તેવું કરવાની ના પાડી દીધી હતી. તેને પોલીસવાળાઓને 24 કલાકમાં વર્ધી ઉતરાવી દેવાની ધમકી આપી હતી. જ્યારે પોલીસે અંકિતને પોલીસ સ્ટેશને લઈ જવાની કોશિશ કરી તો પહેલા તેને ઈંસ્પેક્ટરની સાથે હાથપાઈ કરી હતી. અને બાદમાં પિતાને ફોન કરી ઘટનાની જાણ કરી દીધી હતી.
પુત્રના કોલ પર સંજય ત્યાગી સમર્થકોની સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. જે વખતે પોલીસ અંકિતને જીપમાં બેસાડી મેડિકલ ટેસ્ટ માટે લઈ જઈ રહી હતી, ત્યાં સંજય ત્યાગીએ જબરદસ્તીથી ગાડીમાં બેસેલા પુત્રને ઉતારવાની કોશિશ કરી હતી. પોલીસે તેમનો વિરોધ કરતા ત્યાગી અને તેમના સમર્થકોએ ઈંસ્પેક્ટર અને એસઆઈની વર્ધી ફાડી નાંખી હતી.
તેના પછી અંકિતને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. પરંતુ બબાલ પૂરી થઈ નહોતી. બીજેપી કાર્યકર્તા પોલીસ સ્ટેશનની બહાર સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. આ ઘટનાની જાણકારી ઉચ્ચ અધિકારીઓને ખબર પડતા ઘટનાને સગેવગે કરવાની કોશિશ થવા માંડી. આખરે પોલીસને અંકિત ત્યાગીને છોડવો પડ્યો હતો. સંજય ત્યાગીનો આરોપ છે કે પોલીસે તેમની અને અંકિતની સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. જો કે તસવીરો કંઈક અલગ જ કહી રહી છે.