જેની ઓફિસમાં તોડફોડ માટે હાર્દિકને જેલ થઈ તે ભાજપના ધારાસભ્યે શું કહ્યું? જુઓ વીડિયો
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલ તથા લાલજી પટેલ અને અંબાલાલ પટેલને આજે કોર્ટે વિસનગર તોડફોડ કેસમાં દોષિત ઠેરવ્યા છે અને બે-બે વર્ષની સજા ફટકારી છે. જેમની ઓફિસમાં તોડફોડ માટે હાર્દિક પટેલને જેલ થઈ છે, તે ધારાસભ્ય ઋષિકેશ પટેલે આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી.