મોરારિ બાપુએ શું નિવેદન કરેલું કે ઊભો થયો મોટો વિવાદ? જુઓ વીડિયો
પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુ ભક્ત કવિ નરસિંહ મહેતાના છઠ્ઠી પેઢીના વંશજ હોવાનો તેમજ પોતે નગર બ્રાહ્મણ હોવાનો દાવો કરતા ભારે વિવાદ થયો છે. આજે જૂનાગઢ ખાતે બહાઉદ્દીન કોલેજ તેમજ નરસિંહ મહેતા યુનિવર્સીટી ખાતે રાજ્યના કૃષિ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો તે વખતે નરસિંહ મહેતા યુનિવર્સીટીમાં યોજાયેલ એક કાર્યક્રમમાં મોરારીબાપુએ જણાવ્યું હતું કે મારુ વર્ણ બ્રાહ્મણ છે અને હું નરસિંહ મહેતાનો વંશજ છું, મારી મૂળ પેઢી જીવણદાસ મહેતા કણજડી ના નગર, એ ગૃહસ્થ થયા અને એ પરંપરામાં છઠ્ઠી પેઢીએ હું છું એટલે નરસિંહ મેહતાની સરનેમ ધરાવતો મૂળ બ્રાહ્મણ, નાગર છું પણ હું બાવો થયો એ મને પ્રમોશન મળ્યું...